________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૭૫ ] સેપારી અને આમ્રા( આંબા )દિક ફળવડે અસાધારણ શાન્તિવાળા અને સ્વર્ગાદિક ભારે ફળને આપનારા શ્રી દેવાધિદેવને હું અત્યંત હર્ષથી પૂજું છું. ૫. ફળપૂજા.
૨૦. ઉત્તમ ભેદક, વડાં, માંડા (માલપૂડા) અને ભાત, દાળ પ્રમુખ અનેક રસવાળાં અન્નભેજનવડે, ક્ષુધા તૃષાની વ્યથાથી મુક્ત થયેલા તીર્થ પતિને સ્વહિત કરવા માટે હું સદા ય આદરભાવથી ભજું છું. ૬. નૈવેદ્યપૂજા.
૨૧. જેણે પાપપડલ ભેદી નાંખ્યાં છે અને આખા બહ્યાંડને અવલોકન કરવાની જ્ઞાનકળા (કેવળજ્ઞાન ) યુક્ત સદાદિત અને સમતાના સાગર એવા જિનેશ્વર પાસે મારા અજ્ઞાનાંધકારને ટાળવા હું ભક્તિવડે દીપક પ્રગટ કરું છું. ૭. દીપપૂજા,
૨૨. ગંગાદિક શાશ્વતી નદી, નદ, સરોવર અને સાગરના નિર્મળ તીર્થજળવડે નિર્મળ સ્વભાવવાળા અને દુર્ધર કામ, મદ અને મોહરૂપી અજગરને દમવા માટે ગરુડ જેવા શ્રી જિનેશ્વરદેવને સંસારનો તાપ શમાવવા માટે હું યજું છું. ૮. જીપૂજા,
૨૩. આ અસાધારણ પૂજાષ્ટક સ્તુતિનો પાઠ ભણું જે શુભાશય સજજન આ મનહર વિધિ પ્રમાણે શ્રી જિનેશ્વરદેવની પૂજા કરે છે તે ધન્ય-કૃતપુન્ય મહાશય દેવ અને મનુષ્ય સંબંધી અખંડિત સુખને અનુભવી, નજદીકના વખતમાં અક્ષય અને અવ્યાબાધ મેક્ષ–સુખ પણ મેળવે છે. ગૃહત્ય (ઘરદેરાસર ) અથવા વ્યક્તિત્વનું સ્થાન અને
તેમાં પૂજાવિધિ. ૨૪. સ્વભુવન( મહેલ)માં જતાં ડાબે હાથે ( ડાબી