________________
[ ૭૪ ]
શ્રી કરવિજયજી તે કામ ય રાગને વધારનાર છે. (એમ દરેક બાબતમાં પણ સમજી લેવું).
૧૪. વિશાળ અને સુંદર ચેખા કળશામાં આણેલા જળવડે જિનેશ્વરના અંગને અભિષેક કરી, ઉત્તમ વસ્ત્રવડે તેને લૂછી પછી અષ્ટ પ્રકારે પ્રભુની પૂજા કરવી.
અષ્ટ પ્રકારી પૂજા પ્રસંગે બોલવાનું પૂજા અષ્ટક. ૧૫. ઘનસાર ભેળવેલા અને (કેશર) કસ્તૂરીના રસયુક્ત મનહર ઊંચા ચંદનવડે, દેવેન્દ્રોએ પૂજાએલા અને રાગાદિ દેષરહિત ત્રિભુવનપતિ જિનેશ્વર દેવને હું અચું છું-પૂજું છું. ૧ ચંદનપૂજા,
૧૬. જાઈ, જૂઈ, બકુલ, ચંપક અને પાટલાદિ પુપિવડે તેમ જ કલ્પવૃક્ષ, કુંદ અને શતપત્ર કમળાદિ અન્ય અનેક પુપવડે, સંસાર-કલેશને નાશ કરનારા અને કરુણાપ્રધાન એવા જિનેશ્વર દેવને પૂજું છું. ૨. પુપપૂજા,
૧૭. કૃષ્ણાગ અને પુષ્કળ કપૂર સહિત સારી રીતે કાળજીથી બનાવેલો ધૂપ શ્રી જિનેશ્વરદેવની પાસે પોતાના પાપનાશ માટે ખૂબ આનંદથી હું ભક્તિવડે ઉખેવું છું. ૩. ધૂપપૂજા( ૧૮. જ્ઞાન, દર્શન અને ચારિત્રનું ચિન્તવન કરી ઉજવળ અને અક્ષત-તંદુલવડે ભક્તિથી પ્રભુ પાસે ત્રણ ઢગ કરીને તેમ જ બીજાં સાધન વડે પણ શ્રી જિનેશ્વરદેવને હું અર્ચપૂછું છું. ૪. અક્ષતપૂજા.
૧૯ ઉત્તમ નાળીએર, પનસ, આમળાં, બીજેરા, બીર,