________________
[ ર૭૬ ]
શ્રી કપૂરવિજયજી બાજુએ) પવિત્ર અને શલ્ય વગરની દેઢ હાથ ઊંચી ભૂમિ ઉપર સુજ્ઞ નર દેવાલય કરે.
૨૫. પૂર્વ દિશા કે ઉત્તર દિશા સન્મુખ રહી પૂજા કરનારે વિદિશાઓ સાથે અગ્નિકોણ અવશ્ય વર્જવી, તે તરફ પૂજા કરનારે ઊભા ન રહેવું.
૨૬. પૂર્વ દિશા સમુખ પૂજા કરતાં લક્ષ્મીને લાભ થાય, અગ્નિકોણ સન્મુખ રહેતાં સંતાપ થાય, દક્ષિણ દિશા સન્મુખ રહેતાં મૃત્યુ થાય અને નૈરૂત્ય કેણ સન્મુખ પૂજા કરતાં ઉપદ્રવ થાય.
૨૭. પશ્ચિમ દિશામાં ઊભા રહેતાં પુત્રદુ:ખ, વાયવ્યકોણમાં પ્રજાહાનિ, ઉત્તર દિશામાં મહાલાભ અને ઈશાનકેણમાં ધર્મવાસના થાય.
૨૮–૨૯. વિવેકી જનાએ જિનેશ્વર દેવની પૂજા પ્રથમ બને ચરણ, જાનું (ઢીંચણ), હસ્ત-ભૂજ, ખભા અને મસ્તક ઉપર અનુક્રમે કરવી. પછી અનુક્રમે લલાટ, કંઠ, હૃદય અને જઠર ઉપર તિલક કરવાં. કેશર સહિત ઉત્તમ ચંદન વગર પ્રભુપૂજા થઈ ન શકે.
૩૦. પ્રભાતમાં શુદ્ધ સુગંધી ચૂર્ણ(વાસક્ષેપ)વડે, મધ્યાહ્ન. વખતે પુપિવડે અને સંધ્યા સમયે ધૂપ, દીપકવડે સુએ પ્રભુપૂજા કરવી.
૩૧. ફૂલના બે ટુકડા ન કરવા તેમ જ કાચી કળી પણ છેદવી-તડવી નહિ. પત્રને કે પુષ્પને છેદવા–ભેદવાથી હત્યા જેવું પાતક લાગે.
૩૨. હાથથકી પડી ગયેલું, પગે કે ભેંય પર લાગેલું તેમ જ મસ્તક ઉપર રહેલું ફૂલ કદાપિ પ્રભુપૂજામાં લેવા ગ્ય ન ગણાય.