________________
[ ર૭૨ ]
શ્રી કરવિજયજી ૬ર. એવી રીતે પ્રથમ પહોર સંબંધી સમગ્ર વિધિને સેવતો વિશુદ્ધ હૃદયવાળો, ન્યાય-નીતિથી શોભતો અને વિજ્ઞાન (Discriminative Power ) માન પ્રતિષ્ઠા (Self-respect Prestige ) તથા જનપ્રિયતા ( Popularity ) મેળવવા સદા સાવધાન એ શ્રાવક પિતાનાં ઉભય જન્મને સફળ કરે.
દ્વિતીય વર્ગ દિવસના બીજા પહેરે કરવા યોગ્ય શ્રાવકની કરણી,
૧. હવે બીજે પહોરે સુબુદ્ધિવંત સ્વમંદિરે જાય અને જીવજંતુ વગરની ભૂમિ ઉપર પૂર્વ દિશા સન્મુખ બેસીને સ્નાન કરે-શરીરશુદ્ધિ કરે.
૨. સ્નાન કરવા માટે જળ નીકળવાના નાળવાવાળે એક સુંદર બાજઠ કરાવે કે જેથી એમાંથી નીકળતા જળમાં જીવવિરાધના થવા ન પામે.
૩. રજસ્વલા સ્ત્રી સંબંધી મલિન સ્પર્શ થયે છતે, સૂતક લાગે છતે અને સ્વજનનું મૃતકાર્ય કયે છતે સર્વાગ સ્નાન આચરે–આખે અંગે ન્હાય.
૪. અન્યથા સુજ્ઞ જન દેવપૂજા નિમિત્તે કંઈક ઉષ્ણ (હવાય તેવા) અને ચેડા જળવડે ઉત્તમાંગ-મસ્તકને ભાગ લઈને બીજે બધે શરીરે સ્નાન કરે.
૫. ચંદ્ર અને સૂર્યનાં કિરણેના સ્પર્શથી જગત બધું પવિત્ર થાય છે તે તેના આધારે રહેલું મસ્તક સદા ય પવિત્ર છે એમ ગીજને માને છે–કહે છે.