________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૭૧ ] ચૌટામાં જાય અને દ્રવ્ય ઉપાર્જન થાય એવો યાચિત
વ્યવસાય કરે. શાસ્ત્રશ્રવણ કરનાર સુબુદ્ધિવંત ન્યાયપાર્જિત દ્રવ્યને જ પસંદ કરે પણ પરિણામે દુઃખદાયી એવા અન્યાયી દ્રવ્યની ઈચ્છા ન જ કરે.
પ૭. સજજન-મિત્રના ઉપકાર માટે અને સ્વજનબંધુઓના ઉદય માટે ઉત્તમ પુરુષે અર્થ ઉપાર્જન કરે છે. અન્યથા સ્વઉદરપોષણ તો કોણ કરતું નથી ? જે પરોપકારના માર્ગે ખર્ચાય તે જ ખરું દ્રવ્ય છે.
૫૮. વ્યાપારગે ચલાવાતી આજીવિકા ઉત્તમ, ખેતી કરી આજીવિકા ચલાવાય તે મધ્યમ, પારકી સેવાચાકરીવડે આજીવિકા ચલાવવી તે અધમ અને ભિક્ષા ( ભિખ) માંગી આજીવિકા કરવી તે અધમાધમ જાણવી.
૫૯, આવા હેતુથી કદાપિ નીચ વ્યાપાર કરવો નહિ તેમ જ કરાવે નહિ, કેમ કે પુન્યથી પ્રાપ્ત થનારી લક્ષ્મી પાપથી કઈ દિવસ વધતી નથી; પણ ઊલટું પાપ કરનારને પાછળથી બહુ કષ્ટ સહન કરવું પડે છે.
૬૦. પાપભીરુ અને વિચક્ષણ હોય તે બહુ આરંભ–સમારંભવાળા, ભારે પાપવાળાં, લોકાપવાદવાળાં અને ઉભય લાકવિરુદ્ધ હોય એવાં કામ (અંગારકર્માદિક પંદર કર્માદાન ) આચરે નહિ.
૬૧. ગમે તેટલા પુષ્કળ દ્રવ્યની પ્રાપ્તિ થતી હોય તો પણ લુહાર, ચમાર, મોચી, કલાર અને ઘાંચી તથા વાઘરી વિગેરે સાથે વ્યવસાય કરે નહિ. નીચ દ્રવ્યથી જયવારો ન જ થાય.