________________
લેખ સંગ્રહ : ૫ :
[ ર૬૯ ] ૪૪. શાસ્ત્ર શ્રવણ કરે તે ધર્મના મર્મ જાણે, દુર્ગતિને તજે, જ્ઞાનને પામે ( અજ્ઞાનને વારે ) અને વિષયકષાયાદિ પ્રમાદ તજીને વૈરાગ્ય પામે.
૪૫. પંચાંગ પ્રણિપાતવડે ગુરુમહારાજને તથા બીજા સાધુજનોને વાંદી–પ્રણમી ગુરુમહારાજની આશાતનાને તજવાપૂર્વક વિધિ-મર્યાદા સાચવી ગુરુ સન્મુખ બેસવું.
૪૬. મસ્તક, બે હાથ અને બે ઢીંચણવડે ભૂમિળને વિધિ સહિત ઠીક પૂછ-પ્રમાઈને સ્પર્શવાથી પંચાંગ પ્રણામ કર્યો કહેવાય છે.
૪૭. પલાંઠી ન વાળવી, પગ ન પ્રસારવા, પગ ઉપર પગ ન ચઢાવો અને કાખ ન બતાવવી.
૪૮-૪૯. ગુરુમહારાજની પેઠે કે તદ્દન નજદીક કે બન્ને પડખે બેસવું કે ઊભા રહેવું કે ચાલવું નહિ. તેમ જ પિતાથી પહેલાં આવેલાની સાથે વાતચીત કરવી નહિ. ટુંકાણમાં ગુરુને અવિનય થાય તેવું કશું કરવું નહિ.
૫૦. વ્યાખ્યાન વખત થયે છતે રડી બુદ્ધિવાળાએ સ્વસંદેહ ટાળવા અને દેવ, ગુરુના ગુણગાન કરનાર ભેજકાદિકને યથાશક્તિ દાન દેવું.
૫૧. જેણે પ્રતિક્રમણ કર્યું ન હોય તે (પણ) વ્રત-નિયમ કરવા સચિવંત છતો ગુરુમહારાજને વંદન કરે (વાંદણું આપે) અને યથાશક્તિ વ્રત-નિયમ આદરવા સંબંધી ગુરુમહારાજ સમક્ષ પ્રતિજ્ઞા કરી તેનું પાલન કરે.