________________
[ ર૭૦ ]
શ્રી કપૂરવિજયજી પર. ઉદાર દિલથી દાન આપનાર-દાતા છતાં પણ વ્રતનિયમ વગરનાં મનુષ્ય તિર્યંચની નિઓમાં ઉત્પન્ન થાય છે તેમ જ હાથી, ઘોડાદિકના ભવમાં બંધનાદિક સહિત ભોગ ભેગવતા રહે છે. - પ૩. દાતા–દાનેશ્વરી નરક ગતિમાં જતો નથી, વ્રત, નિયમ પાળનાર-વિરતિવંત તિર્યચપણું પામતે નથી, દયાળુ અ૫આયુષી થતું નથી અને સત્યવક્તા–સદા ય સાચું હિતપ્રિય બેલનાર-દુઃસ્વરવાળે થતું નથી, પણ સુસ્વરવાળો થાય છે.
તપ-પ્રભાવ. ૫૪. તપ, સર્વ ઇદ્રિરૂપી હરણિયાને વશ કરવા મજબૂત જાળતુલ્ય છે, કષાયરૂપ તાપને શાંત કરવા દ્રાક્ષતુલ્ય છે અને કર્મરૂપ અજીર્ણને ટાળવા હરીતકી (હરડે)તુલ્ય છે. આત્માનું શ્રેય કરનાર તપ છે. - ૫૫. જે કંઈ દૂર તેમ જ સાધી ન શકાય અને દેવતાને પણ દુર્લભ હોય તે સઘળું તપવડે સાધી શકાય છે. તપનો પ્રભાવ અચિંત્ય છે. સખ્ત તાપવડે જેમ સુવર્ણની શુદ્ધિ થાય છે તેમ બાહ્ય અભ્યતર બન્ને પ્રકારના તીવ્ર તપવડે કર્મમળનો ક્ષય થતાં આત્મા શુદ્ધ-નિર્મળ થાય છે. આ પ્રમાણે સમજીને જ તીર્થ. કર જેવા જ્ઞાની પુરુષો પણ ઉક્ત ઉભય પ્રકારના તપનું આ– સેવન કરે છે. મેક્ષાથી (મુમુક્ષુ) જનેએ તે શીધ્ર મોક્ષપદની પ્રાપ્તિ માટે ઉક્ત તપનું સેવન અવશ્ય કરવું ઘટે છે અને એવી શ્રદ્ધા રાખી યથાશક્તિ તપ, જપ, વ્રત, નિયમ સદા ય આદરવા.
પ૬. ઉપરોક્ત ધર્મવિધિ આદરીને પછી સુબુદ્ધિ પુરુષ