________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૮૯ ] શ્રી આત્માવબોધ કુલક-વ્યાખ્યા. આત્માર્થી જનોએ ખાસ મનન કરી નિર્ધારી રાખવા ગ્યસુવર્ણ વાક
૧. ઉત્કૃષ્ટ પુન્યપ્રભાવવડે અથવા સ્વાભાવિક આત્મતિવડે આનંદકારી અને મહેન્દ્રોએ (પણ) નમન કરવા ગ્ય શ્રી જનશ્વરદેવને (ત્રિવિધે) પ્રણામ કરી, ભવદુઃખને અંત કરવા સમર્થ એવું આત્માવબોધ કુલક હું (જયશેખર ) વર્ણવીશ.
૨. જેમ પ્રભાવડે જ સૂર્યોદય થયાની ખાત્રી થઈ શકે છે પણ તે વગર ગમે તેના શપથ (સોગન) માત્રથી ખાત્રી થતી નથી તેમ તથા પ્રકારના ગુણ—લક્ષણવડે જ આત્માવબોધ થયાની સ્વયમેવ ખાત્રી થવા પામે છે–તેવા ગુણ વગર વધારે બોલવાથી કશું વળતું નથી–ખાત્રી થઈ શકતી નથી.
૩. ઈન્દ્રિયનું દમન, મને વિકારનું શમન, તત્ત્વાર્થ શ્રદ્ધાન, સ્વપરહિતચિન્તવન, મેક્ષસુખની જ વાંચ્છા, ગુણદોષની ચોખી સમજ, અને પ્રબળ વૈરાગ્ય-વિષયસુખથી વિમુખતા એ બધા ય અંતરમાં રહેલા આત્માવબોધરૂપી બીજના ઊગેલા પણ અંકુર-ફૂટેલા ફણગા જાણવા
૪. જે આત્મસ્વરૂપને–તેના સ્વાભાવિક સુખને જાણે છે તે તુચ્છ વિષયસુખની કામના-વાંછના કરતા નથી. જેને કલ્પવૃક્ષ ફન્યા હોય તે શું બીજા તુછ-અસાર વૃક્ષની વાંછના કરે ખરો કે ? નહિ જ. - પ. આત્મજ્ઞાન( અધ્યાત્મ )માં મગ્ન બનેલાને નરકાદિનાં દુઃખ કદાપિ વેઠવાં પડતાં નથી, કેમકે જે (સમજપૂર્વક) સન્મા જ ચાલે છે તે શું કૂવામાં પડે ખરો કે ? નહિ જ.