________________
[ ૨૦૦ ]
શ્રી કરવિજયજી વર્તતા સાક્ષાત્ કઈ જીવ પ્રાણહાનિરૂપ મરણને પામે યા ન પામે તે પણ તેને હિંસા સંબંધી દોષ લાગે જ; કારણ કે કષાયવશ થયેલ જીવ પ્રથમ પિોતે જ પિતાને (પિતાનાં ભાવપ્રાણોને ) હણે છે; પછી અન્ય પ્રાણીઓની ( દ્રવ્યભાવ ) હિંસા થાય કે ન પણ થાય. મતલબ કે ‘હિંસાથી નિવવાના સંબંધમાં અનિગ્રહ ( નિયમ રહિતપણે વર્તન ) અને હિંસા કરવામાં સાક્ષાત્ પ્રવૃત્તિ (મન, વચન, કાયાથી ) એ બન્ને પ્રકારે હિંસા લાગે છે, તેથી પૂર્વોક્ત પ્રમાદયુકત મન, વચન, કાયાના પેગ વર્તતે છતે કાયમ હિંસાદોષ લાગે છે. યદ્યપિ હિંસાદોષમાં પરવતુ તે કેવળ નિમિત્ત માત્ર છે અને નિજ કિલ ( કષાય યુક્ત ) પરિણામ જ વાસ્તવિક ઉપાદાન કારણ છે, તો પણ પરિણામવિશુદ્ધિ સાચવી રાખવા માટે મૂચ્છ-મમતાદિક પેદા કરનારા અને વધારનારા પરિગ્રહાદિક હિંસાનાં સ્થાનકોનો ત્યાગ કરવો જરૂરી છે. ખાટાં કારણ સેવવાથી ખોટું જ કાર્ય–પરિણામ આવે છે. આ હેતુથી જ મેક્ષના તીવ્ર અભિલાષી મુમુક્ષુજને દ્રવ્યભાવ ઉભય પરિગ્રહને તજે છે. દ્રવ્યપરિગ્રહ ધન, ધાન્ય, રજત, સુવર્ણાદિકરૂપ અને ભાવપરિગ્રહ અહંતા-મમતા(મૂચ્છ )રૂપ–એ ઉભય પરિગ્રહના પરિહારથી જ તેઓ ભાવનિગ્રંથ કહેવાય છે. મતલબ કે સાપની કાંચળીની પેઠે બાહ્ય ( દ્રવ્ય ) પરિગ્રહનાં ત્યાગમાત્રથી તેમને મેક્ષ થતો નથી. જ્યારે તે સાથે અહંતા અને મમતારૂપ અંતરનું ઝેર જતું રહે છે ત્યારે જ ખરી મોક્ષપ્રાપ્તિ થઈ શકે છે. ઉપર જણાવેલાં વચનને મર્મ બરાબર સમજી શકાય તે પછી ઉપદિષ્ટ શાસ્ત્રકથન સમજવું માનવું સુલભ થઈ પડે છે કે કેઈ એક જીવ સાક્ષાત્ પ્રાણહાનિરૂપ હિંસા કર્યા