SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૦૦ ] શ્રી કરવિજયજી વર્તતા સાક્ષાત્ કઈ જીવ પ્રાણહાનિરૂપ મરણને પામે યા ન પામે તે પણ તેને હિંસા સંબંધી દોષ લાગે જ; કારણ કે કષાયવશ થયેલ જીવ પ્રથમ પિોતે જ પિતાને (પિતાનાં ભાવપ્રાણોને ) હણે છે; પછી અન્ય પ્રાણીઓની ( દ્રવ્યભાવ ) હિંસા થાય કે ન પણ થાય. મતલબ કે ‘હિંસાથી નિવવાના સંબંધમાં અનિગ્રહ ( નિયમ રહિતપણે વર્તન ) અને હિંસા કરવામાં સાક્ષાત્ પ્રવૃત્તિ (મન, વચન, કાયાથી ) એ બન્ને પ્રકારે હિંસા લાગે છે, તેથી પૂર્વોક્ત પ્રમાદયુકત મન, વચન, કાયાના પેગ વર્તતે છતે કાયમ હિંસાદોષ લાગે છે. યદ્યપિ હિંસાદોષમાં પરવતુ તે કેવળ નિમિત્ત માત્ર છે અને નિજ કિલ ( કષાય યુક્ત ) પરિણામ જ વાસ્તવિક ઉપાદાન કારણ છે, તો પણ પરિણામવિશુદ્ધિ સાચવી રાખવા માટે મૂચ્છ-મમતાદિક પેદા કરનારા અને વધારનારા પરિગ્રહાદિક હિંસાનાં સ્થાનકોનો ત્યાગ કરવો જરૂરી છે. ખાટાં કારણ સેવવાથી ખોટું જ કાર્ય–પરિણામ આવે છે. આ હેતુથી જ મેક્ષના તીવ્ર અભિલાષી મુમુક્ષુજને દ્રવ્યભાવ ઉભય પરિગ્રહને તજે છે. દ્રવ્યપરિગ્રહ ધન, ધાન્ય, રજત, સુવર્ણાદિકરૂપ અને ભાવપરિગ્રહ અહંતા-મમતા(મૂચ્છ )રૂપ–એ ઉભય પરિગ્રહના પરિહારથી જ તેઓ ભાવનિગ્રંથ કહેવાય છે. મતલબ કે સાપની કાંચળીની પેઠે બાહ્ય ( દ્રવ્ય ) પરિગ્રહનાં ત્યાગમાત્રથી તેમને મેક્ષ થતો નથી. જ્યારે તે સાથે અહંતા અને મમતારૂપ અંતરનું ઝેર જતું રહે છે ત્યારે જ ખરી મોક્ષપ્રાપ્તિ થઈ શકે છે. ઉપર જણાવેલાં વચનને મર્મ બરાબર સમજી શકાય તે પછી ઉપદિષ્ટ શાસ્ત્રકથન સમજવું માનવું સુલભ થઈ પડે છે કે કેઈ એક જીવ સાક્ષાત્ પ્રાણહાનિરૂપ હિંસા કર્યા
SR No.022879
Book TitleLekh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1941
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy