________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૧૯ ] ૧૩૫. વિચારીને કામ કરનાર અશકય અર્થમાં કેમ પ્રવર્તે? ૧૩૬. વિષવૃક્ષને વધવા દેવું જ નહીં. પ્રથમથી છેદી નાખવું.
૧૩૭. ખરેખર સંત-સાધુજને રાગદ્વેષાદિક વિકાર રહિત હોય છે.
૧૩૮. ગુરુને વિનય સાચવવા તત્પર રહેનારી કાયા, ગુરુના ગુણ ગાનારી વાણું અને ગુરુના ગુણમાં રંગાયેલું મન ખરેખર પ્રશંસવા યોગ્ય છે. (સદ્ગુરુ શુદ્ધ દેવ સમાન સત્કારવા યોગ્ય છે.)
૧૩૯ સંતજને દાક્ષિણ્યતાથી જ અન્યકૃત પ્રાર્થના અવગણતા નથી.
૧૪૦. દોષિતમાં પણ ગુણને આરોપ કરી લેનાર અને સહુને આનંદ ઉપજાવનાર અચિજ્ય ચિન્તામણિ જેવો અજબ ગુણ સજજનેની પ્રકૃતિમાં હોય છે.
૧૪૧. ગુણ જનો પ્રત્યે પક્ષપાત કરવ મહાપુરુષોને ઉચિત છે.
૧૪૨. પરવશતા માત્ર દુઃખરૂપ છે. સુ વડે પાપ માત્ર દૂર થાય છે.
૧૪. સર્વ કંઈ સત્વમાં રહેલું છે. મહાપુરુષોનું બધું મહાન્ હોય છે.
૧૪૪. આત્મવશ બધું સુખરૂપ છે. જેવી ભવિતવ્યતા હોય છે તેવા જ સહાયક મળી આવે છે.
૧૪૫. સ્વકાર્ય–સ્વાર્થની ઉપેક્ષા કરીને પરોપકાર કરવા સંતે સહેજે ઉદ્યમી હોય છે.