________________
[ ૨૪૦ ]
શ્રી કપૂરવિજયજી
હવે પણ કઇ ચેતી શકાય કે નહિ ?
સાચુ' જીવિતવ્ય ઈચ્છનારાઓએ તે અવશ્ય ચેતવુ જ જોઇએ.
શ્રીમાન્ હરિભદ્રસૂરીશ્વરજી વ્યાજબી જ કહે છે કે જો તમારે તમારું' ચૈતન્ય ટકાવવુ જ હાય, સુખી અને સમૃદ્ધિવંત અનવુ જ હાય તા સર્વાંગ સદશી પરમાત્મા પરમતત્ત્વનું આરાધન કરે.. એકાંત હિતકારી પ્રભુની આજ્ઞાઓને અભ્યાસ કરા અને સ્વશક્તિનુ ગોપન કર્યા વગર તે પવિત્ર આજ્ઞાઓનુ પાલન કરે. જેમ સવેદ્યની આજ્ઞા મુજબ ચાલવાથી વ્યાધિના વહેલા અંત આવે છે તેમ સનદેવના વચનને અનુસરીને ચાલવાથી જરૂર સર્વ દુ:ખને, અરે! જન્મમરણના સર્વથા અત આવે છે.
પરન્તુ તેમ કરવા પહેલાં અનાદિપ્રિય એવી સ્વચ્છંદતા તજવી પડે છે. સ્વછંદપણે કુપથ્ય સેવનાર કદાપિ વ્યાધિને અંત કરી શકે ખરા ? નહિ જ, તેવી રીતે મદ { Intoxication ), વિષયાસક્તિ (Sensual Appetite ), કષાય ( Anger, pride etc. ), આલસ્ય ( Idleness ) અને વકથા (Gossips ) વગેરે સ્વચ્છંદ પ્રવૃત્તિનું સતત સેવન કર્યો કરવાથી જન્મ મરણાદિક અન’ત દુ:ખના કદાપિ અંત આવી શકે જ નહિ.
અજ્ઞાન, મિથ્યાત્વ અને મેહ-મમતાવશ મૂઢ પ્રાણીઓ પેાતાની વિપરીત પ્રવૃત્તિને સાચી અને સુખદાયક લેખી અધિકાધિક દુ:ખના વમળમાં પડ્યા કરે છે. આ ભયંકર વિપરીતતાનુ' તેમને ગમે તે રીતે યથાર્થ ભાન થવું જોઇએ, અને તેમાંથી પેાતાના ઉદ્ધાર કરવા જ્ઞાની મહાશયેાનાં એકાંત હિતકારી વચનાનું આલેખન લઇ, અનાદિની સ્વચ્છંદતાને