________________
[ ૨૪૬ ].
શ્રી કરવિજયજી
દિશાઓમાં જેનોના દ્રવ્યને પુષ્કળ વ્યય થાય છે, પરંતુ સ્વસમાજનો ઉદ્ધાર થાય, સમાજની સ્થિતિ સર્વ રીતે સુધરે અને જે જેનસમાજે પ્રથમ જાહોજલાલી કરી બતાવી પિતાનું એકછત્ર રાજ્ય સ્થાપ્યું હતું તેવી જ નહિ તો તેની કંઈ ઝાંખી થવા પામે એવી સમાજની સ્થિતિ સુધારવા માટે હવે જેનોએ વિચારપૂર્વક વિવેકથી ખાસ જરૂરી દિશામાં જ દ્રવ્યને વ્યય કરવો જોઈએ. પાંજરાપોળ પાછળ બેસુમાર દ્રવ્યને અને વખતો વ્યય કરવા ઉપરાંત તનતોડ મહેનત કરવામાં આવે છે, તેમ છતાં તેના સાધ્ય અને હેતુનું અચાસ પણું રહી જવાથી તથા વ્યવસ્થાની કેટલીક ખામી હોવાથી તેનાથી ભાગ્યે જ કોઈને પૂરો સંતોષ ઉપજ હશે ?
બાકી તેનાં જે પરિણામે વખતોવખત બહાર આવતાં સંભળાય છે તેથી ખેદ તે અનેક સહદય જનોને પેદા થત હશે. તે પશુ-પંખીઓ કરતાં અસંખ્ય ગુણ ચઢતી પંક્તિના લેખાતા મનુષ્ય તરફ એટલી અનુકંપા કેમ દાખવવામાં આવતી નથી? સામાન્યત: માનવજાતિમાં પશુ કરતાં વધારે સમજ, ગુણની કદર અને સદ્દગુણનું અનુકરણ કરવાની શક્તિ રહેલી છે તેની કણ ના કહી શકે એમ છે ? જે સીદાતી સ્થિતિમાં આવી પડેલા સકળ માનવે ઉપર અનુકંપા કરવાનું બની ન શકે તો તેમાંનાં ખાસ આસ્તિકવર્ગ ઉપર અને તેમ પણ ન બની શકે તો સ્વયમી બંધુઓ ઉપર અનુકંપા શા માટે નથી આવતી? જે કદી આવે છે તો તે પશુ-પંખીઓ ઉપર આવે છે એટલી જ આવે છે.
પશુ-પંખીઓની અનુકંપામાં જેમ સહુ જેનો સ્વસ્વશક્તિ