________________
[ ર૬૪ ]
શ્રી કરવિજયજી ઇન્દ્રિયકુશળતા, શરીરઆરેગ્ય, અને દીર્ઘ આયુષ કથંચિત કર્મની લઘુતાથી મળે છે. એ બધાં ય પુન્યવેગે પ્રાપ્ત થવા છતાં શ્રદ્ધા આવવી દુર્લભ છે, તેથી પણ દુર્લભ સદ્દગુરુને સંગ મહાભાગ્યને મળે છે. આ સઘળી સામગ્રી સ્વાધીન જ હોય પણ તે જેમ ન્યાયવડે રાજા, સુગંધવડે ફૂલ અને ઘી વડે ભેજન શોભે છે તેમ સદાચારવડે શેભા પામે છે સફળ થઈ શકે છે. સદાચાર સેવવામાં તત્પર મનુષ્ય શાસ્ત્રોક્તવિધિવડે ધર્મ, અર્થ અને કામરૂપ ત્રણ વર્ગને પરસ્પર વિરોધ રહિત (અવિરુદ્ધપણે) સદા ય સાધવાં જોઈએ. શ્રાવક યોગ્ય શાસ્ત્રોક્ત અવિરુદ્ધ આચારવિચાર.
નમસ્કાર મંત્રની સ્તુતિ. ૧૪. રાત્રિના ચોથા પહોરમાં બ્રાહ્મ મુહૂર્ત વખતે કાળજી રાખી, સુજ્ઞ પુરુષ પંચપરમેષ્ઠી મંત્રની સ્તુતિ કરતો છતો નિદ્રાનો ત્યાગ કરે.
૧૫. સદા ય શખ્યામાંથી ઊઠયા (જાગ્યા) બાદ ડાબી કે જમણી જે નાડી વહેતી હોય તે જ ડાબે કે જમણે પગ ભૂમિ ઉપર (ધીમેથી) રાખ.
૧૬. શયન સંબંધી વસ્ત્રો મૂકી, બીજા (સ્વચ્છ ) વસ્ત્રો ધારણ કરી રૂડા સ્થાનકે રહીને બુદ્ધિવાને ધીરજથી પંચપરમેષ્ઠી નમસ્કાર મંત્રનું ધ્યાન કરવું.
૧૭. પવિત્ર થઈ પૂર્વ દિશા કે ઉત્તર દિશા સન્મુખ પવિત્ર સ્થાને રહી સ્થિર મનથી નમસ્કાર મંત્ર જાપ કરે.
૧૮. સ્નાન કર્યું હોય કે ન કર્યું હોય, સુખી હોય કે