________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૬૫ ] દુ:ખી હાય તે નમસ્કાર મંત્રનું એકાગ્રમને ધ્યાન કરતા છતે સર્વ પાપથી મુક્ત થાય છે, અર્થાત્ ધર્મના અથીજનાએ સર્વ દેશકાળમાં શ્રી પંચપરમેષ્ઠી નમસ્કાર મંત્રનું ચિંતવન કરવુ જોઇએ.
૧૯. આંગળીને અંગે જે જાપ કરાય, મેરુનું ઉલ્લ્લ ંઘન કરીને જે જાપ કરાય અને ઉપયાગ રહિત સંખ્યાહીન જે જાપ કરાય તે પ્રાય: અલ્પ ફળ આપનાર થાય છે.
૨૦. ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય એમ ત્રણ પ્રકારે જાપ થાય છે. તેમાં જે હૃદયકમળમાં વિધિવત્ નવપદજીનેા જાપ કરાય તે ઉત્કૃષ્ટ અને જપમાળાવડે કરાય તે મધ્યમ જાપ સમજવા.
૨૧. સૈાન રાખ્યા વગર, સંખ્યાનું લક્ષ રાખ્યા વગર, ચિત્તની એકાગ્રતા વગર, પદ્માસનાદિક આસન લગાવ્યા વગર અને ધ્યેય–પરમાત્માદિકમાં વૃત્તિને જોડ્યા વગરના જાપ જઘન્ય છે. આવશ્યક કરણી.
૨૨. ત્યારપછી ( સારી રીતે પ્રભાત થયે છતે ) ઉપાશ્રયે કે પેાતાની પાષધશાળામાં સ્વપાપની વિશુદ્ધિ કરવા માટે બુદ્ધિવંતે આવશ્યક કરણી કરવી.
૨૩. રાત્રિ સંબંધી, દિવસ સંબંધી, પાખી, ચોમાસી અને સંવત્સર સંબંધી પાપ–દોષને દૂર કરવા અને આત્માને નિળ કરવા જિનાએ પાંચ પ્રકારનાં આવશ્યક (પ્રતિક્રમણ ) કહ્યાં છે. તે પ્રત્યેકમાં સામાયિક પ્રમુખ છ આવશ્યકના સમાવેશ થાય છે. કરેલાં પાપને ફરી નહિ કરવાની બુદ્ધિથી પશ્ચાત્તાપ સહિત શ્રી સદ્ગુરુ સમીપે આલેચાય—નિદાય તે પ્રતિક્રમણ અવશ્ય