________________
[ ર૬૨ ]
શ્રી કરવિજયજી જેના ઉદયથી વસ્ત્ર, અલંકારાદિક વિદ્યમાન છતાં તેનો ઉપભોગ કરી ન શકાય તે ઉપભેગાંતરાયકર્મ જાણવું.
જેના ઉદયથી બળવાન, નીરોગી અને યુવાન છતાં કંઈ નજીવું પણ કાર્ય કરી શકે નહીં તે વીતરાયકમ જાણવું.
પ્રભુપૂજા, સદ્ગુરુસેવા અને સદ્ધર્મ– આરાધનામાં અંતરાય કરવાથી તેમ જ હિંસાદિક અકાર્યો કરવા-કરાવવાથી ઉક્ત કર્મ (નિકાચિતપણે) બંધાય છે, જેનાં બહુ જ કહુક ( કડવાં) ફળ પ્રાણીઓને ભવચક્રમાં ભમતાં વેઠવાં પડે છે, પરંતુ જે ભવ્યાત્માઓ શુદ્ધ દેવ, ગુરુ, ધર્મનું યથાવિધિ આરાધન ઉલ્લસિત ભાવથી કરે છે, સત્કાર્યમાં અન્યજનોને સહાય કરે છે તેમ જ તેવાં સત્કાર્યની અનુમોદના કરે છે તે શુભાશયે અંતરાય કર્મ નો ક્ષય કરી અનુક્રમે અક્ષયસુખને પામી શકે છે.
[ અ. પ્ર. પુ. ૧૧, પૃ. ૯૦ ]
શ્રાવકધર્મોચિત આચારપદેશ
પ્રથમ વર્ગ
મંગલાચરણ ૧-૨. કેવળજ્ઞાન તથા આનંદસ્વરૂપ, રૂપરહિત, જગતુત્રાતા, અને પરમ તિવંત શ્રી પરમાત્માને નમસ્કાર થાઓ. યોગી પુરુષો મનની શુદ્ધિને ધારણ કરતા જ્ઞાનચક્ષુવડે જેનું સ્વરૂપ જોવે છે તે પ્રભુને હું સ્તવું છું.