SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ [ ર૬૨ ] શ્રી કરવિજયજી જેના ઉદયથી વસ્ત્ર, અલંકારાદિક વિદ્યમાન છતાં તેનો ઉપભોગ કરી ન શકાય તે ઉપભેગાંતરાયકર્મ જાણવું. જેના ઉદયથી બળવાન, નીરોગી અને યુવાન છતાં કંઈ નજીવું પણ કાર્ય કરી શકે નહીં તે વીતરાયકમ જાણવું. પ્રભુપૂજા, સદ્ગુરુસેવા અને સદ્ધર્મ– આરાધનામાં અંતરાય કરવાથી તેમ જ હિંસાદિક અકાર્યો કરવા-કરાવવાથી ઉક્ત કર્મ (નિકાચિતપણે) બંધાય છે, જેનાં બહુ જ કહુક ( કડવાં) ફળ પ્રાણીઓને ભવચક્રમાં ભમતાં વેઠવાં પડે છે, પરંતુ જે ભવ્યાત્માઓ શુદ્ધ દેવ, ગુરુ, ધર્મનું યથાવિધિ આરાધન ઉલ્લસિત ભાવથી કરે છે, સત્કાર્યમાં અન્યજનોને સહાય કરે છે તેમ જ તેવાં સત્કાર્યની અનુમોદના કરે છે તે શુભાશયે અંતરાય કર્મ નો ક્ષય કરી અનુક્રમે અક્ષયસુખને પામી શકે છે. [ અ. પ્ર. પુ. ૧૧, પૃ. ૯૦ ] શ્રાવકધર્મોચિત આચારપદેશ પ્રથમ વર્ગ મંગલાચરણ ૧-૨. કેવળજ્ઞાન તથા આનંદસ્વરૂપ, રૂપરહિત, જગતુત્રાતા, અને પરમ તિવંત શ્રી પરમાત્માને નમસ્કાર થાઓ. યોગી પુરુષો મનની શુદ્ધિને ધારણ કરતા જ્ઞાનચક્ષુવડે જેનું સ્વરૂપ જોવે છે તે પ્રભુને હું સ્તવું છું.
SR No.022879
Book TitleLekh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1941
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy