________________
[ ૨૬૦ ]
શ્રી કપૂરવિજયજી વિચારને સેવનાર એ કવિશ્રી હતા. તેઓ શ્રીમદ્ હીરવિજય સૂરીશ્વરના સમય લગભગ વિદ્યમાન હતા. હીરસૂરીશ્વરના ખાસ પટ્ટધર શ્રી વિજયસેનસૂરિને ગુરુ તરીકે પોતે કઈક સ્થળે પોતાની વિવિધ કાવ્યરચના પ્રસંગે ઓળખાવે છે, તે ખાસ કરીને બીજા સુશ્રદ્ધાળુ ગૃહસ્થ જૈન કવિઓએ ધડે લેવા લાયક છે. ગુણાનુરાગી શ્રાવક, શ્રાવિકાઓને તેમનું ચરિત્ર લક્ષ્યપૂર્વક વાંચવા, વિચારવા અને અનુકરણ કરવા ગ્ય છે.
આ હિતશિક્ષાના રાસમાં ખાસ કરીને સદા ય અનુકરણ કરવા લાયક ખરા આદર્શ ગૃહસ્થજીવનમાં ઉપયેગી થઈ શકે એ સુંદર વ્યવહારુ બેધ હિતશિખામણરૂપે આપેલ છે. તે વખતે શ્રાવકજીવન કેટલું બધું ઉચ્ચ-ઉન્નત હશે તેની સહજ ઝાંખી એ રાસ પરથી થઈ શકે છે અને ગૃહસ્થજીવન કેવું સુંદર વર્તનવાળું હોવું જોઈએ તેને સુંદર ખ્યાલ બાંધી દરેક શ્રોતાજને પિતાનું વર્તન તેવું પવિત્ર બનાવવા પ્રયત્ન કરે ઘટે છે.
આ રાસમાંથી શ્રોતા જને ગમે તે સ્થળેથી કંઈ ને કંઈ સુંદર હિતકારી બેધ મેળવી શકે છે. તેમાં સંકલિત કરેલી હિતશિક્ષાઓને સુંદર દાખલા, દલીલ અને ચરિત્રેથી સમજાવવામાં આવી છે, તેથી બાળજી તે સુગમતાથી સમજીને આચરણમાં પણ ઊતારી શકે છે. આ રાસમાં અનેક ઉપયોગી હિતકર વાતને સમાવેશ કરેલ છે, તેને જે રસપૂર્વક વાંચવા કે સાંભળવામાં આવે તે હદય ઉપર તે સારી અસર ઉપજાવી શકે છે, અને પિતાના વર્તનમાં જોતજોતામાં ઠીક સુધારે કરાવી શકે છે.
આ રાસને યોગ્ય આદરપૂર્વક વાંચી કે સાંભળીને પિતાના જ જીવનમાં ઉતારવા પ્રયત્ન સેવાય એ અતિ ઇચ્છવાયેગ્ય છે. નિર