________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૪૫ ] મલિન–વિરોધી વિચાર, વાણી અને વર્તનવડે જે કુસં૫ અને અશાંતિ ઉપજાવી સ્વપરના અહિતમાં જ વધારો કરવામાં આવે છે અને તેથી બચવા જેમ બને તેમ ઉજજવળ–અવિરોધી વિચાર, ઉચ્ચાર અને વર્તન આદરવાની આપણે સહુને અનિવાર્ય જરૂર છે, એવી સ્પષ્ટ સમજ અને પ્રતીતિ રાખી સ્વપર શ્રેયસાધક પ્રયત્ન કરવા સહુ કઈ બંધુઓ અને બહેનોએ સાવધાનતા રાખવી ઉચિત છે.
[ આ. પ્ર. પુ. ૧૬, પૃ. ૫૯ ] જૈન બંધુઓને ખાસ ઉપયોગી સૂચનાઓ. ઘણુંએક જૂના પુરાણા વખતથી દયાળુ જેને પાંજરાપોળે સ્થાપીને ખેડાં, અપંગ અને અનાથ એવા પશુઓનું પાલન કરતા આવ્યા છે, અને જે કે પ્રથમ કરતાં અત્યારની તેમની આર્થિક સ્થિતિ એટલી બધી સારી નથી, તેમાં એકંદર ઘણે જ ઘટાડો થયેલે જણાય છે, તે પણ તેઓ લાજ-શરમે નહિ તે દયાની ખાતર પણ માની લીધેલા અને માથે પડેલા એ બોજાને ખેંચ્યા કરે છે, એટલું જ નહિ પણ પર્યુષણાદિ પર્વ પ્રસંગે પુષ્કળ દ્રવ્યનું ઉઘરાણું કરી કસાઈ લેક પાસેથી પણ ઘણુએ પશુ-પંખીઓને છોડાવી, પાંજરાપોળમાં મૂકી તેના ખર્ચમાં વિશેષ વધારો કરે છે.
આ બધા ય ખર્ચીને તેમ જ બીજા કઈક આગંતુક ખર્ચને તેઓ ગમે તે રીતે પહોંચી વળે છે. મિષ્ટાન્ન માલ જમવા જમાડવા પાછળ લાખના ખર્ચ તેમ જ નાના મોટા મહોત્સવ નિમિત્તે પણ અઢળક ખર્ચ કરાય છે. આમ છૂટીછવાઈ અનેક