________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૪૩ ] એટલું જ નહિ પણ એથી પુનર્ભવની પણ સિદ્ધિ થઈ શકે છે. એક તરતનું જન્મેલું બાળક જન્મતાં જ અહીં કોઈના પણ શિખવ્યા વગર જ સ્તનપાન કરવા મંડે છે, તે શું તેના પૂર્વભવના સંસ્કાર વગર જ બને છે ? જીવ જેવી જેવી કરણ જેવી જેવી ભાવનાથી કરે છે તેને તેનું શુભાશુભ ફળ તરત નહિ તે કાળ પરિપક્વ થતાં મળે જ છે. પ્રથમ પડેલા શુભાશુભ સંસ્કારો નિમિત્ત પામીને ઉભૂત થઈ જીવને સુખદુ:ખરૂપે પરિણમે છે તેથી શાણા ભાઈબહેનોએ શુભ અભ્યાસ કરવા સદા ય લક્ષ્ય આપવા ચૂકવું નહિ.
[ આ. પ્ર. પુ. ૧૬, પૃ. ૩૭ ] સદ્દભાવનાનો અલોકિક ચમત્કાર અને તે આપણું
નસેનસમાં પ્રગટાવવાની અનિવાર્ય જરૂર.
સમાજનું કે પવિત્ર શાસનનું ખરું હિત હૈયે ઘરનાર દરેક વ્યક્તિને સદભાવના એ પોતાને મુદ્રાલેખ હોવો જોઈએ, અને તેને પોતાની નસેનસમાં લખી લેવું જોઈએ. | મુગ્ધ જીવો અજ્ઞાનવશ માયિક સુખમાં મુંઝાઈ રહે છેજેમ શ્વાન શુષ્ક હાડકાને ખાવામાં મઝા માને છે–સુખ સમજે છે, પણ તેમાં પરિણામે દુઃખ જ મેળવે છે. સહુ કોઈ સુખને જ ચાહે છે પરંતુ તે સુખ ક્ષણવિનાશી નહિ પણ અવિનાશી હોવું જોઈએ, અસાર નહિ પણ સારભૂત હોવું જોઈએ. તેવું ખરું સારભૂત અવિનાશી સુખ તો આત્મામાંથી જ મળી શકે છે. મુગ્ધ–અજ્ઞાની જીવ તે મેળવી શકતો નથી, જ્ઞાની-વિવેકી આમા જ તે મેળવવા ભાગ્યશાળી બને છે.