________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૫૧ ] લેપ કરનાર વિરાધક બની સ્વપરનું હિત બગાડે છે, કેમ કે ૌતમસ્વામી પ્રમુખ મહાપુરુષેએ ગણધર પદને વહન કરીને એ શબ્દ સાર્થક કર્યો છે.
એવી એ મહાપદવી જાણી જોઈને પાત્રહીન–અગ્ય જીવમાં જે સ્થાપન કરે છે તેને મહાપાપી ને ઉન્માર્ગપષક કહ્યો છે. તેમ જે જે પ્રવર્તિની શબ્દ આર્યા ચંદનાદિક મહાસતીઓએ વહી સાર્થક કરેલ છે તે પદવી જાણતાં છતાં જે પાત્રહીનતામાં સ્થાપન કરે છે તેને પણ મહાપાપી ને ઉન્માર્ગપોષક કહ્યો છે.
સાર–શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી જેવા મહાપુરુષોનાં સર્વમાન્ય, પ્રમાણિક વચનનો ભાવાર્થ વિચારી ભવભી, આત્માથી સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા ખ્યાલ કરી સત્યહિતકારી માર્ગ આદરશે તો જરૂર સ્વપરહિત કરી શકશે.
[ આ. પ્ર. પુ. ૧૬, પૃ. ૮૪]
કર્મના અસ્તિત્વ અને અતુલ પ્રભાવ ઉપર
કર્મ કુલકની વ્યાખ્યા. ૧. ત્રિભુવનમાં એક અદ્વિતીય વીર એવા શ્રી મહાવીરદેવને જે કર્મનું અસ્તિત્વ ન હોત તો ઘોર–ભયંકર ઉપસર્ગો કેમ થાત?
૨. વીર ભગવાનને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા છતાં પણ જે કર્મની પ્રબળ સત્તા વિદ્યમાન ન હોત તો મિનક ગામમાં અતિવિષમ એ અતિસાર રોગ કેમ પેદા થાત?
૩. વીરપ્રભુને અસ્થિક ગામમાં શૂલપાણિ યક્ષદ્વારા