________________
[ ૨૫૦ ]
શ્રી ક્યૂરવિજયજી જે મહાનુભાવ સાધુ સૂત્ર અને અર્થમાં નિષ્ણાત-નિપુણ હોય, બહુશ્રુત ગીતાર્થ હોય, પ્રિયધર્મા અને દઢધર્મો હેય, શ્રુતચારિત્ર એવા ધર્મ ઉપર અત્યંત પ્રેમ અને આત્માણ કરી શકતા હેય, અનુવર્તનાકુશળ-સમયેચિત મોક્ષ-ઉપાયના જાણકાર હોય, ઉત્તમ જાતિ અને કુળમાં ઉત્પન્ન થયા હોય, જેનાં માતપિતા સંબંધી ઉભય પક્ષ નિર્મળ હોય, ગંભીરઉદાર આશયવાળા હોય.
લબ્ધિવંત-સારા અતિશયવાળા, શક્તિવંત-પ્રભાવી, સંગ્રહશીલ અને ઉપગ્રહનિરત-ગચ્છસમુદાયને સારી રીતે નિર્વાહ થાય તેટલા ઉપકરણાદિકને યથાઅવસર નિઃસ્વાર્થપણે સંગ્રહ કરનાર તથા સહુને ઉપકાર કરવા દેશનાદિક દેવા સદા ય તત્પર રહેતા હોય, જેમણે ક્રિયાકાંડનો સારી રીતે અભ્યાસ કરેલ હોય અને જે પ્રવચન ( શાસન-આજ્ઞા) ઉપર અત્યંત પ્રેમ ધરાવનારા હોય તેવા સમર્થ મહાત્મા ગણનાયક અથવા આચાર્ય હોઈ શકે, એ રીતે તીર્થકર દેવોએ કહેલું છે. તેમ જ વળી ગછનાયિકા એવી પ્રવતિની પણ આવા ઉત્તમ ગુણવાળી સમર્થ સાધ્વી હોય તે જ હોઈ શકે.
જે ગીતાર્થ-સૂત્ર અર્થ ઉભયમાં નિપુણ હોય-સમુચિત સંયમક્રિયામાં કુશળ સાવધાન હોય, ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલ-કુલીન હોય, ઉત્સર્ગ અપવાદ યથાર્થ સમજનાર હોય, ઉદાર આશય, ચિરદીક્ષિત અને વયેવૃદ્ધ હોય.
પૂર્વોક્ત ગુણરહિત છતાં જે ગચ્છનાયક પદવી કે પ્રવર્તિની પદવી પાત્રતા રહિત અગ્ય જીવને આપે અને પોતાનામાં પાત્રતા આવ્યા વગર ઉક્ત પદવી અંગીકાર કરે તે જિનાજ્ઞાને