________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૫૫ ] હિતવચન સાંભળ. તું સુખ-સંતેષ પામતો નથી તેથી મને ખાત્રી થાય છે કે તું ધમ–પુણ્ય સંપદાથી રહિત છે. ધર્મ સાથે જ સુખ-સંપદા આવી મળે છે.
૫. અરે જીવ ! પારકી અદ્ધિ-સિદ્ધિ દેખીને તું ફોગટ ખેદ–સંતાપ ન કર. ધર્મ–પુણ્ય રહિત પ્રાણુને વિવિધ જાતજાતની સંપદા કયાંથી સાંપડે ?
૬. અરે જીવ ! જોબન, ધન અને જીવિત જોતજોતામાં ખૂટી જતું તું શું નથી જોતો ? જુએ છે જ. તેમ છતાં આમાને હિત–શ્રેય-કલ્યાણ-મંગળકારી એવા સર્વજ્ઞ વીતરાગભાષિત ધર્મને તું શીધ્ર કેમ નથી આદરતો?
૭. અરે જીવ ! સ્વમાન અને સાહસ રહિત ( Devoid of Self-Respect & Enterprise ) દીન-રાંક જેવો નમાલે અને લાજ-શરમ વગરને બની તું નીરાંતે કેમ કાયર થઈ બેઠો છે? ધર્મમાર્ગમાં કેમ ઉદ્યમ કરતો નથી ?
૮. અરે જીવ! સદુદ્યમ યા પુરુષાર્થ સેવ્યા વગર (પૂર્વપુણ્યગે મળેલ ) મનુષ્યજન્મ નકામે ગયે, યોવન પણ વીતી ગયું, (તે દરમિયાન) તે ઉગ્ર તપધર્મ પણ કર્યો નહિ અને શ્રેષ્ઠ ( ન્યાયયુક્ત) લક્ષ્મી પણ મેળવી નહિ. “ન મળ્યા રામ અને ન મળ્યા દામ ” તેના જેવું તેં કર્યું. બન્નેથકી તું ચૂકયો. તેં તારો અમૂલ્ય સુવર્ણ જેવો સમય ગુમાવી દીધો. હજી પણ શેષ જીવિત રહ્યું છે તેટલામાં ચેતી લેવાય તો સારું છે.
૯. અરે મુગ્ધ જીવ ! પારકા મુખ સામે જોતાં જોતાં