________________
[ ૨૫૪ ]
શ્રી કરવિજયજી નિયતિ, પૂર્વક અને પુરુષાર્થ)ની અનુકૂળતા થઈ આવે તે આત્મા સકળ સાંસારિક બંધનોને તોડવા માર્ગાનુસારી બની સમ્યગ્દર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યફ ચારિત્રબળને મેળવી, અનુક્રમે રાગદ્વેષાદિક દુશ્મનોને હઠાવી, તેમને ક્ષય કરી, સર્વજ્ઞ, સર્વદશી થઈ, અધિક આયુષ્ય સ્થિતિ હોય તો પૃથ્વીતળ ઉપર વિચરી, અનેક ભવ્યાત્માઓ ઉપર અમાપ ઉપકાર કરી, તેમને પણ આ ભદધિથી તારી સકળ દુઃખ-ઉપાધિરૂપ સંસારપરંપરાનો ઉછેદ કરી શાશ્વત-મોક્ષપદને પામે છે.
[ આ. પ્ર. પુ. ૧૬, પૃ. ૧૬૬ ] જીવાનુશાસ્તિ કુલકની વ્યાખ્યા
( મુગ્ધ જીવને ખાસ બેધદાયક) ૧. અરે જીવ! જળ મધ્યે રહેલા અરહટ્ટઘટમાળની જેમ આ ચાર ગતિરૂપ અપાર–અગાધ સંસારસાગરમાં તું અનંતો કાળ ક્રમણ કરી ચૂક્યો તેમ છતાં હજી કેમ બૂઝતા નથી ?
૨. અરે જીવ! અન્ય સંગ તે તને નિમિત્ત માત્ર મળે છે, બાકી પૂર્વે કરેલાં કર્મોનું આ બધું અશુભ પરિણામથી ઉત્પન્ન થયેલું ફળ છે એમ તું તારા દિલમાં કદી વિચારે છે? ચિન્તવે છે? સમજે છે?
૩. અરે મૂઢ જીવ! તું અન્ય જનને દુષ્કર્મથી ભરેલ વિપરીત ઉપદેશ કેમ કરે છે? પરંતુ દુર્ગતિમાં જવાની ઈચ્છાવાળાના આવા જ દુષ્ટ પરિણામ હોય છે.
૪. અરે બાળ જીવ! તું કાન દઈને સાવધાનપણે મારું