________________
[ ૨૫૬ ]
શ્રી કપૂરવિજયજી તારે આટલો બધે કાળ નકામે નથી ગયે શું? તેમ છતાં જ્યારે તને ઈચ્છિત સુખ મળ્યું નહિ તે હવે ખડ્ઝની ધારા જેવું સખ્ત વ્રતનું તું સેવન કર. . ૧૦. વળી તારી (ખરી–આંતર–વાસ્તવિક) લક્ષ્મી પરને આધીન છે એમ તું મનથી માનતે નહિ, પણ તારામાં સત્તામાં સાચી ઝવેરાત, જ્ઞાન, દર્શન, ચારિત્રાદિક શ્રેષ્ઠ ગુણનિધાન રહેલ છે તેની તું પ્રતીતિ–વિશ્વાસ રાખજે અને તે પ્રાપ્ત કરી લેવાને ઉપાય પણ તારા હાથમાં-સ્વાધીન છે, એટલા માટે આદર સહિત વ્રતને સ્વીકાર કરી અને અનેક પ્રયત્ન કરીને તે આદરેલાં વ્રત-નિયમનું સારી રીતે પાલન કરતો રહે, એ જ તારા અભ્યદયને અકસીર ઉપાય છે.
૧૧. જીવિત તથા મરણ સાથે અને વૈવન તથા જરા અવસ્થા પણ સાથે જ ઉપજે છે, એટલે તેમને આપસમાં બહુ ગાઢ સંબંધ રહેલે છે.
બામાં રહેલા જળની જેમ ક્ષણે ક્ષણે આઉખું ખૂટતું જ જાય છે એ ન્યાયે જીવિત સાથે જ મરણ સર્જાયેલું સમજવું. વૈવનને ચાર દિવસને ચટકે પતંગીયા રંગની માફક ક્ષણિક દેખાવમાત્ર હોવાથી તેના ઉપર વિશ્વાસ રાખી બેસનાર ઠગાઈ જાય છે. જોતજોતામાં વનનો રંગ ઊડી જાય છે, અને જરા અવસ્થા દાખલ થઈ પિતાનો જમાવ કરે છે, અથવા “ THI વયોનિઃ ” જેટલું વય–જીવિત ઓછું થયું તેટલી જરા આવી-દાખલ થઈ સમજવી. એ ન્યાયે પણ યોવનને વિશ્વાસ રાખવા ગ્ય નથી, પણ તેવે વખતે શરીરમાં સારું જેમ-બળ-વીય હેવાથી બની શકે તેટલું સુકૃત-પરભવનું