________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૪૯ ] વૃષ્ટિથી અત્યંત ચોગ્યતાવંત (ભવ્ય શોભાવત) થયેલા જેના આશય( અંતકરણ )માં સદભાવનારૂપી સુરલતા ઊગી નીકળે છે ( પ્રગટ થાય છે) તે શુભાશયને લોકોત્તર ( અનુપમ ) શાન્તિજન્ય સુખરૂપ ફળની પ્રાપ્તિ દૂર નથી; પરંતુ નજદીક જ છે. મતલબ કે જ્ઞાનીનાં સૂક્ત વચનનું શ્રવણ-મનન કરવાથી જેના હૃદયમાં સવિવેક જાગ્યો છે અને એથી જે ખરું, ખાટું, હિત, અણહિત, ગુણ, દોષને સારી રીતે સમજી હિતકર ખરા ગુણને જ આદરવા ઊજમાળ થયે છે અર્થાત્ હૃદયની અશાન્તિના કારણ સમજી તેને દૂર કરવા અને સાચી શાન્તિનાં કારણ અંગીકાર કરવા જે ઊજમાળ-સાવધાન બન્યા છે અને એ રીતે અનુક્રમે સ્વહૃદયની શુદ્ધિ થાય એવી ઉત્તમ ભાવનાઓ-મૈત્રી, મુદિતા, કરુણા અને મધ્યસ્થતા-સાક્ષાત્ ક૯૫વેલીની જેવી જેના પવિત્ર હૃદયમાં પ્રગટી નીકળી છે તેને પરમ શાન્તરસનો સાક્ષાત્ અનુભવ થ દુર્લભ નથી પણ સુલભ જ છે. જેમાં ખેડાણ કરી, ખાતર નાંખી, સંસ્કારિત કરેલી કાળી ભૂમિમાં પુષ્કળ વર્ષાદના વેગે બીજ વાવવાથી મનમાનતો પાક નીપજે છે તેમ અત્ર પણ જાણવું.
[ આ. પ્ર. પુ. ૧૧, પૃ. ૯૦ ]
ગછનો નાયક (ગણી આચાર્ય આદિમાંથી )
કોણ હોઈ શકે ? આ એક અતિ ગંભીર અને મહત્વનો પ્રશ્ન ઉકેલવાન છે. શ્રીમાન્ હરિભસૂરીશ્વરજી શ્રીપંચવસ્તુ ગ્રંથમાં સ્પષ્ટપણે નીચે મુજબ હકીકત જણાવે છે –