________________
[ ૨૪૮ ]
શ્રી કપૂરવિજયજી જ પગ ઉપર ઊભા રહીને કરવાનું હોય છે તે માટે પુષ્કળ નાણાની જરૂર છે. જુદી જુદી જાતની જરૂરી કેળવણીને જૈન આલમમાં બહોળો પ્રચાર કરવાની અનિવાર્ય જરૂર છે, તેમાં સહુ જૈન બંધુઓએ ઉદાર દિલથી ભેગ આપવો જોઈએ. એમ કરવાથી બહુ સુંદર ફળ-પરિણામ મેળવી શકાશે અને ઘણાં બીજાં સારાં સારાં કામ પણ એથી અનાયાસે સાધી શકાશે.
[ આ. પ્ર. પુ. ૧૬, પૃ. ૭૫ ]
સદભાવના એ જ અનુપમ શાતિ સમર્પનારી
સાચી કલપના છે.
[ વસંતતિલકા.] यस्याशयं श्रुतकृतातिशयं विवेकपीयूषवर्षरमणीयरमं श्रयन्ते ॥ सद्भावनासुरलता नहि तस्य दूरे,
लोकोत्तरप्रशमसौख्यफलप्रसूतिः ॥ (शान्तसुधारसे) શ્રુતજ્ઞાનના ચિર પરિચય( અભ્યાસ )થી સુસંસ્કારિત થયેલા અને સત્યાસત્યના પ્રકાશાત્મક વિવેકરૂપ અમૃતની
૧ “શાન્તસુધારસ’ નામના પુસ્તકમાં પૃ૪ ૮ માના લોક પાંચમામાં થયેલી અર્થખલના દૂર કરવાના આશયથી ઉપર લેક સાથે તેની મતલબ સહિત અત્ર આપવામાં આવ્યો છે. તેમાં સદ્દભાવના અને સુરલતાનું રૂપક છે. તે શુદ્ધ-પવિત્ર આશયમાં જ પ્રગટ થાય છે અને અલૌકિક-પારમાર્થિક–અવિહડ વૈરાગ્ય-અનાસક્તિ–ઉદાસીનતારૂપ ઉત્તમ ફળને પ્રસરે છે.