________________
[ ૨૪૨ ]
શ્રી કપૂરવિજયજી
જેવું આચરણ ( સારું કે માઠું) કરે છે તેવું જ ફળ પામે છે. આજે જ કરેલી કરણીનું આજે જ પૂર્ણ ફળ મળી જતુ નથી, પર ંતુ તે કાળ પરિપાક થતાં મળી શકે છે.
ઉગ્ર પુણ્યપાપનું જે તાત્કાલિક ફળ દેખાય છે તે તા તેના નમૂનારૂપ અક્ષાંશ માત્ર સમજવુ, તેનું સંપૂર્ણ ફળ વેદવાના સમય તા હજી હવે જ આવવાના છે. એક માણસે બહુ અનીતિ આદરી, વિશ્વાસભંગ કરી, ઠગવિદ્યા કરી કેટલુંક દ્રવ્ય પ્રાપ્ત કર્યું પણ તે પાપ પ્રગટ થતાં તેને બહુ સખ્સ શિક્ષા થાય છે ત્યારે લાકો પણ તેને તિરસ્કાર કરવાપૂર્વક ખેલે છે કે તેને તેના ઉગ્ર પાપનું પ્રત્યક્ષ ફળ મળ્યું.
જો કે એ વાત ખરી છે તે પણ એ શિક્ષા ઉપરાંત હજી તેને ભવિષ્યમાં ( ભવાંતરમાં) તેના બહુ માઠાં ફળ ભાગવવાનાં બાકી રહેલાં છે. એ જ રીતે અતિ ઉદારતાથી નિ:સ્વાર્થ પણે જે સુકૃત્યા કરે છે. તેને તાત્કાલિક લેાકસત્કારાદિ ફળ મળે છે, પરંતુ તેની કરણીનું મુખ્ય-પારમાર્થિક ફળ તા ભવિષ્યમાં ખીજું ઘણું ઉમદા પ્રકારનું મળી શકે એમ છે. આ વાતની ખાત્રી કરવા અનેક પુરાવા મળી શકે છે. એક જ બાપના અથવા એક જ સાથે, એક જ ગામમાં કે એક જ કુળમાં ઉત્પન્ન થયેલા બે અથવા વધારે જીવા એક સરખાં અગાપાંગને પામ્યા છતાં સુખ-સમૃદ્ધિમાં એક બીજા કરતાં ઓછા કે અધિક પ્રમાણમાં પ્રગટ દેખાય છે. એક જન્મથી જ દુ:ખી– રાગી બીજો સર્વાંગ સુખી-નિરંગી, એક જ્ઞાની ખીજો અજ્ઞાની, એક રાજા–અધિકારી ત્યારે બીજો રક-નાકર વગેરે પ્રગટ વિષમતા દેખાય છે, તે સઘળું પૂર્વકૃત શુભાશુભ કરણીનું જ ફળ છે.