________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૪૧ ] તિલાંજલિ આપી પોતાની શક્તિનું લેશમાત્ર ગોપન ક્યો વગર સદાચારપરાયણ રહેવું જોઈયે.
સ્વાર્થોધતાથી વગરવિચાર્યું અનેક પ્રકારની પ્રતિકૂળતા અન્યના માર્ગમાં ઊભી કરતાં વિરમવું જોઈએ, કેમકે તે જ પ્રતિકૂળતા સ્વપરની ઉન્નતિના માર્ગમાં અવરોધ-અંતરાયકારક થઈ પડે છે, અને ક્ષણિક સુખ મેળવવાની ધુનમાં અપાર દુઃખના ડુંગર ઊભા કરવામાં આવે છે.
રાવણ કે દુર્યોધનાદિકના દાખલા તપાસશે તો ઉપરના કથનની સત્યતા સચોટ સમજાશે અને તમે તેવાં અપકૃત્ય કરતાં અટકશે, એટલું જ નહિ પણ રાજસી અને તામસી વૃત્તિઓને ટાળી, સાત્વિક વૃત્તિ આદરી ભૂતકાલીન તેમ જ વર્તમાનકાલીન અનેક ઉત્તમ આદર્શ પુરુષોની જેમ તમે પણ એક ઉત્તમ આદર્શજીવન ગાળવા તત્પર થશો, અને અન્ય અનેક ભવ્યાત્માઓને પણ સ્વજીવન સુધારણામાં ઉમદા દષ્ટાંતરૂપ થવાને ભાગ્યશાળી થઈ શકશે. સ્વજીવનની સાર્થકતા કરવા ઈચ્છનારને વધારે શું કહેવું ?
[ આ. પ્ર. પુ. ૧૬, પૃ. ૩૬ ]
જેવું વાવશે તેવું લણશે–જેવું કરશે
તેવું જ પામશો. દરેક જીવ સુખ અને જીવિત ચાહે છે, કોઈ દુઃખને કે મરણને ચાહતા નથી, તેમ છતાં કર્મના અચળ કાયદા મુજબ તો જે