________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૩૯ ]
છે. રાગાદિક પરંપરિણતિ તજી સ્વભાવમાં રમણતાવાળા બનવુ તે નિશ્ચય બ્રહ્મચર્ય, અને તે રાગાદિકના કારણરૂપ વિષયસંગ માત્ર વ દેવા તે વ્યવહારથી બ્રહ્મચર્ય કહેવાય છે. વિવેકી ગૃહસ્થા પણ પરસ્ત્રીને માતૃતુલ્ય લેખે છે તે પછી સંત મહાત્મા એવા સુસાધુજનાનુ તે કહેવુ' જ શુ? તેઓ તે વિષયવાસનાને ઉન્મૂલન કરવાના જ યત્ન કરે છે.
બ્રહ્મચર્ય ના પ્રભાવ અચિંત્ય છે. વિષયાભિલાષને જીતી લેનાર દુ:ખમાત્રને દૂ કરી શકે છે અને તે સ્વર્ગ તથા અપવર્ગ –મેાક્ષને પ્રાપ્ત થાય છે. બ્રહ્મચર્ય થી પ્રત્યક્ષ અને પરાક્ષ અનેક લાભ સંભવે છે. વિજયશેઠ, વિજયાશેઠાણી, સુદર્શન શેઠ, સીતા, સુભદ્રા, જંબુસ્વામી અને સ્થૂલભદ્રાદિક તેના ઉત્તમ દૃષ્ટાંતરૂપ છે.
પરિગ્રહ અનર્થનું મૂળ છે. પરિગ્રહવશ મમતાવડે જીવ ભારે દુ:ખ વેઠે છે. લિગધારી જને પણ માયામાં લપેટાઈ પેાતાની પાયમાલી કરી નાંખે છે, તેથી તેમણે કંચન અને કામિનીથી સદંતર અળગા જ રહેવુ જોઇએ. ગૃહસ્થ જનેાએ પણ સંતાષવૃત્તિ આદરી ઇચ્છાનું પ્રમાણ કરવું ઘટે છે. ધન– ધાન્યાક્રિક નવવિધ બાહ્ય પરિગ્રહ સાથે મિથ્યાત્વકષાયાદિ ચૌદ પ્રકારના અભ્યંતર પરિગ્રહ તજનાર મહાશય જ ખરેખર સ્થિર–અક્ષય એવા મેાક્ષસુખના અધિકારી થઇ શકે છે. ઇચ્છાપ્રમાણવાળે સતાષી શ્રાવક ન્યાયદ્રવ્યવડે પવિત્ર શાસનની પ્રભાવના કરી શકે છે તથા મૂળવત સાથે ઉત્તરવ્રત(ગુણુવ્રત અને શિક્ષાવ્રત )ને પણ સુખપૂર્વક સેવી-આરાધી સ્વજન્મની સાર્થકતા કરી શકે છે.
[ આ. પ્ર. પુ. ૧૫, પૃ. ૧૬૮ ]