________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૩૭] પરલેકમાં ખરાબ અવસ્થા પામે છે, કેમ કે નિદ્રાવશ થયેલ પ્રાણ અગ્નિ પ્રમુખ ઉપદ્રવથી વિનાશ પામી જાય છે. વળી તેને વશ થયેલ પ્રાણી ધર્મકાર્યોમાં ચિત્તને જોડી શકતો નથી, તેથી જ
ધમી પુરુષો જગતા ભલા અને અધમ માણસો ઊંઘતા ભલા” કહ્યા છે; કેમ કે ધમી માણસ તેથી ધર્મ કરી શકે અને અધમી હોય તે પાપથી બચી શકે.
(૫) જેથી કશું સ્વપરહિત થતું નથી એવી નકામી અને વિરુદ્ધ વાતો કરવાથી પાપ જ બંધાય છે, તેથી જ્યાં સુધી મન પરાઈ વાતો કરવાની ટેવ ન તજે ત્યાં સુધી તેને વિશુદ્ધ ધ્યાનમાં જ પરોવી દેવું શ્રેષ્ઠ છે. શૂરવીર, પરાક્રમી, પુરુષાર્થવત (જિતેંદ્રિય) જનેનું જ શીધ્ર કલ્યાણ થઈ શકે છે.
| [આ. પ્ર. પુ. ૧૪, પૃ. ૭૧ ]
શ્રી વીતરાગપ્રણીત પવિત્ર ધર્મમાર્ગ શુદ્ધ દેવ, ગુરુ, ધર્મની નિષ્પક્ષપણે બને તેટલી ખંત અને ધીરજથી (શ્રત, શીલ, દયા અને તપવડે) પરીક્ષા કરી તેને દઢતાથી સ્વીકાર કરવો કે જેથી તેનાથી કદાપિ ઠગાવાનો પ્રસંગ આવે નહિ, પરમતની વાંછા થાય નહિ તેમ જ ફળ માટે પણ અધીરજ-આતુરતા થવા પામે નહિ (વ્યવહાર સમકિત).
સત્તા-શક્તિરૂપે આત્મા જ શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મરૂપ છે. અનંત જ્ઞાનાદિક ગુણસંપદાનો સ્વામી છે. રાગ-દ્વેષાદિક વિભાવ ઉપગે જ તે અન્યથા (વિપરીત ) જણાય છે. તે રાગાદિક વિભાવને ત્યાગ કરી નિષ્કષાયતારૂપ નિજ સ્વભાવ