________________
[ ર૩૬ ]
શ્રી કર્ખરવિજયજી તમાસા રમતગમતના કારણે અતિદુર્લભ મનુષ્યભવ પામીને પણ જીવ સંસારને પાર પમાડનારી એવી હિતકારી શાસ્ત્રવાણીને સાંભળતું નથી–સાંભળવાને ઉદ્યમ પણ કરતો નથી.
૫. મધ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા એ પાંચ દુષ્ટ પ્રમાદને વશ પડેલા પ્રાણીઓ સંસારમાં રઝળે છે, જન્મમરણના ફેરામાંથી મુક્ત થઈ શકતા નથી. ઉક્ત પાંચ પ્રમાદનું સ્વરૂપ સારી રીતે સમજી સુજ્ઞજનોએ તેને અવશ્ય ત્યાગ કરે ઉચિત છે તેથી તેનું સંક્ષિપ્ત સ્વરૂપ નીચે દર્શાવવામાં આવે છે જે અત્યંત ઉપયોગી થઈ પડશે.
(૧) જેનાથી પરવશ થઈ જઈ (બેભાન બની) કાર્યાકાર્ય, વાયાવાય તેમ જ ગમ્યાગમને કશે વિવેક રહી શકતો નથી તેવું મદ્યપાન (Intoxication) કદાપિ કરવું નહિ. મદ્યપાનના પરિણામે દ્વારિકા નગરી અને યાદોને નાશ થયે હતે તે હકીકત સુપ્રસિદ્ધ છે.
(૨) ભગવતી વખતે મીઠા લાગતા પણ પરિણામે ઝેર જેવા વિષયે વિવેક રહિત જનોને જ પ્રિય લાગે છે, વિવેકી જ તે તેનાથી દૂર રહેવા જ પ્રયત્ન કરે છે. . (૩) જેના વડે કલુષિત થયેલા આત્માને કર્મ ચાટે અને લાંબે વખત ટકે એવા ક્રોધ, માન, માયા અને લેભ એ ચારે કષાયોને ક્ષમા, મૃદુતા, સરલતા અને સંતોષવડે સુજ્ઞજનેએ ખાળવા-ટાળવા જરૂર પ્રયત્ન કરવો જોઈએ. સંસારને વધારનાર એ ચાર કષાય જ છે. - () તે કષાયને વશ થવાથી જીવ આ લેકમાં તેમ જ