________________
[ ૨૩૮ ]
શ્રી કપૂરવિજયજી પરિણતિને આદરવાથી એ જ આત્મા શુદ્ધ ફટિક જે નિર્મળ (વ્યક્તપણે) થઈ રહે છે, તેથી નિજ આત્મતત્ત્વનું યથાર્થ ભાન કરી તેમાં દઢ પ્રતીતિ–વિશ્વાસ રાખી સમતા-સ્થિરતારૂપ નિજ સ્વભાવમાં રમવું એ જ સ્વકર્તવ્ય છે (નિશ્ચય સમકિત).
નાના મોટા સહુ જીવોને આત્મ સમાન લેખી સરલ વ્યવહારી થવું. સહુનું હિત ચિંતવનરૂપ મૈત્રીભાવ, દુઃખી જનનું દુઃખ દૂર કરવારૂપ કરુણભાવ, સુખીને-સદ્ગણીને દેખી પ્રમુદિત થવારૂપ પ્રમેદભાવ અને અતિ કઠોર પરિણામી છવ પ્રત્યે ઉપેક્ષા (ઉદાસીનતા) ભાવ રાખી જિનેશ્વર દેવે કહેલા દયાના સિદ્ધાંતને યથાશક્તિ સફળ કરે. ઉપરોક્ત સફળ ભાવને જ આગળ કરીને સત્ય, અસ્તેય (અચર્ય, બ્રહ્મચર્ય અને અસંગતાદિક વ્રતનું પરિપાલન કરવા દઢ લક્ષ્ય રાખવું.
પ્રિય અને પથ્ય એવું તથ્ય (સત્ય) પણ જરૂરી પ્રસંગે બોલવું, સત્ય પ્રતિજ્ઞાવંત બનવું, ડહાપણભરી પ્રતિજ્ઞા જ કરવી અને તેને પૂરા તેરથી નિર્વાહ કરે, કાયર બની કરેલી પ્રતિજ્ઞાનો ભંગ ન જ કરે, તુચ્છ સ્વાર્થની ખાતર સત્યનો ભંગ કરે નહિ પણ ગમે તે ભેગે સત્યનું જ પાલન કરવું.
ક્રોધ, લોભ, ભય કે હાસ્યવશ થઈ અસત્ય બોલવું નહિ, ભવભીરુ બની સત્યપરાયણ જ રહેવું. ન્યાય, નીતિ અને પ્રમાણિકપણાનું ધોરણ મકકમપણે આદરી કોઈ પણ પ્રકારે પરવંચના કરવી નહિ. પૈસો અગિયારમે પ્રાણ લેખાય છે તે અપહરવાથી સકળ પ્રાણુ અપહરવા જેવું જણાય છે. માલીકની રજા વગર કઈ પણ ચીજ સ્વેચ્છાએ ભેગવટા માટે લેવી તે પ્રગટ અન્યાય છે. માલીકની રજાથી જરૂરી વસ્તુ લઈ શકાય