________________
[ ૨૪૪ ]
શ્રી કપૂરવિજય
યથાર્થ જ્ઞાન–સમજ, યથાર્થ શ્રદ્ધા-પ્રતીતિ અને યથા વનવડે જ તેવું વાસ્તવિક સુખ મેળવી શકાય છે. પ્રત્યેક આત્મામાં અનંત ગુણરાશિ ( ખરી ઝવેરાત ) છુપી રહેલી છે, તેની બરાબર માહીતિ, તેવા દઢ વિશ્વાસ અને આત્મામાં જ છપી રહેલી અનંત ગુણરાશિને પ્રગટ કરી લેવા સર્વજ્ઞ વચનાનુસારે દઢ પ્રયત્ન એ જ સત્ય સુખપ્રાપ્તિના અમેઘ ઉપાય છે.
અજ્ઞાન અને મેહવશ જીવ ખરે। માર્ગ ભૂલી, ખાટા માર્ગ પકડી લઇ સ્વચ્છ ંદ પણે ચાલવામાં જ ચતુરાઇ સમજે છે; તેથી જ તે સુખને બદલે દુ:ખમાં જ ગબડતા જાય છે. ખરેખરી દિલગીરી ઉપજાવે એવી આ દુ:ખદાયી સ્થિતિમાંથી પ્રત્યેક જીવના ઉદ્ધાર કઈ રીતે થાય એવુ હિત ચિંતવન કરવારૂપ મૈત્રીભાવ, તેના દુ:ખના અંત આણવા તનથી, મનથી, વચનથી કે ધનથી દરેક શકય એવા દઢ પ્રયત્ન કરવારૂપ કરુણાભાવ, કેાઇ પણ સુખી કે સદ્ગુણીને દેખી કે સાંભળી દિલમાં પ્રમેદ ધરવારૂપ મુદિતાભાવ અને ગમે તેવા નીચ-નિધ કર્મ કરનારને પણ કેવળ કરુણાદષ્ટિથી સમજાવી ઠેકાણે પાડવાનુ ખની ન જ શકે ત્યારે પણ તેને કવશ લેખી, રાગ-દ્વેષ રહિતપણે તટસ્થ રહી સ્વકર્ત્તવ્યપરાયણ થઇ રહેવારૂપ માધ્યસ્થ્યભાવ સ્વપરને અત્યંત હિતકારી છે.
સંસાર–પરિભ્રમણુના ઉપાદાનકારણરૂપ રાગ, દ્વેષ અને માહાર્દિકનું સર્વથા ઉન્મૂલન કરવા અને અક્ષય-અજરાઅમર મેાક્ષસુખ મેળવવા ઇચ્છનાર દરેક વ્યક્તિએ ઉક્ત સદ્ભાવના સ્વહૃદયમાં સદા ઉદિત જ રાખવી જોઇએ. એથી જ આપણે અકયતા ઉપજાવી સ્વપરહિત સરલતાથી સાધી શકશુ અને અંતે પરમ શાંતિ પણ મેળવી શકશું.