________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૩૩ ] કાર કરતા દેખાય છે એ શું શરમની વાત નથી ? વધારે શરમની વાત તો એ છે કે તે બાપડા પ્રમાદી શ્રીમંતો પોતે શાથી પૈસો પામ્યા? તેને તથા ભવિષ્યમાં–ભવાન્તરમાં પોતે શી રીતે સુખ સાધન પામી શકશે? તેને ખ્યાલ સરખે પણ ભાગ્યે જ કરે છે. શત્રુંજય માહાયમાં શ્રી ધનેશ્વરસૂરીશ્વર સ્પષ્ટ જણાવે છે કે “ ધર્મના પ્રભાવે લમીલીલા પ્રમુખ પામીને જે કોઈ શખ્સ એ જ ઉપગારી ધર્મને અનાદર કરે છે, તે સ્વસ્વામી દ્રોહ કરનાર પાતકીનું શ્રેય ભવિષ્યમાં શી રીતે થવા પામશે ? ” સૂરીશ્વરનાં આ વચન બહુ મર્મભરેલાં અને મનન કરવા લાયક હોવાથી પ્રમાદશીલ જનોએ આંખ ઉઘાડી વિચારવા અને લક્ષમાં લેવા ગ્ય છે. પૂર્વ જન્મમાં સારાં સુકૃત કરી આ જન્મમાં તેનાં ફળરૂપે લક્ષ્મી પ્રમુખ અદ્ધિ પ્રાપ્ત કરેલી છે પણ જે પ્રાપ્ત થયેલી રૂડી સામગ્રીવડે આ ભવમાં જે કંઈ પણ સુકૃત કમાણી કરી લેશે નહિ તો ભવિષ્યમાં તેને બહુ પસ્તાવું પડશે, લાચારી ભોગવવી પડશે અને આગળ ઉપર દુઃખે દહાડા કાઢવા પડશે; કેમકે “કરણ એવી પાર ઉતરણું” અને “વાવવું એવું લણવું” એ સ્પષ્ટ વાત છે, એકડેએક જેવી છે અને પોતે જ ઠાવકી રીતે એમ બોલે પણ છે; છતાં પરોપકારનાં કામમાં બહુ પશ્ચાત પડી જાય છે અને બહુધા ઉપેક્ષા પણ કરે છે. ઘણે ભાગે આવી દુઃસ્થિતિ જોવાય છે. કદાચ કઈ શ્રીમંત જેન બે પિસા ખર્ચવા ઈચ્છે તો તે કૃપણતાને લઈને કરે છેઠું અને લોકમાં દેખાડે ઘણું. અથવા જે વધારે દ્રવ્ય ખર્ચે તો તેવા કેઈ ઉદારદિલના સજન-સાધુ પુરુષોની સલાહ કે ઉપદેશની ઓછી દરકાર રાખીને મનમાનતી રીતે ખચી નાંખે છે. કાં તે જમણવાર કરે છે અને કાં તો જેથી