________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૧૫ ] ૯૦. અધમ જને ઉચિત આચરણ પણ કરતા નથી.
૧. ગમે તેટલું સમજાવ્યા છતાં મૂઢ જન અકાર્ય કરતાં અટક્તો નથી.
૨. બીજાએ કરેલું અકાર્ય જો અણનિષેધ્યું તો તે અનુમેવું સમજવું.
૩. કૃપાળુ સજજનો પારકાં દુઃખ જોઈ ( સહન કરી ) શકતા નથી.
૯૪. શક્તિ હોય તો સુજ્ઞ માણસે પરોપકાર કરે જ, પરંતુ પરોપકાર કરવાની શક્તિ ન જ હોય તે સ્વહિત સાધવા બને તેટલે આદર કરવા ચૂકવું નહિ.
૫. પરસ્ત્રીને સમીપે આવતી જેઈને સજને નીચી દષ્ટિ રાખીને ચાલે છે.
૯. અરસપરસની અનુકૂળતાવડે જ વર-વધુને પ્રેમ સચવાય છે.
૯૭. સાધુજને નમી પડેલા પ્રત્યે દયાળુ, દીન જાને ઉદ્ધારવા ઊજમાળ અને નિઃસ્વાર્થ પ્રેમી જનો માટે પ્રાણાર્પણ કરનારા હોય છે.
૯૮. ગુરુની સ્તુતિ તેમની સમક્ષ કરાય, મિત્ર અને બંધુ ઓની સ્તુતિ તેમની પાછળ કરાય, નેકર–ચાકરની પ્રશંસા કામ કર્યા બાદ કરાય અને સ્ત્રીઓની મૃત્યુ પામ્યા બાદ કરાય; પણ પુત્રની તારીફ તો કરાય જ નહિં.
૯. પ્રભુનું પ્રભુત્વ આજ્ઞામાં છે.