________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૧૩ ]. ૬૨. જગતમાં જુગાર ને સર્વ અનર્થ ઉપજાવનાર છે.
૬૩. નબળાની સોબતથી નુક્સાન જ અને સારાની સેબતથી ફાયદો જ સંભવે છે. ૬૪. ભાગ્યશાળી જનેને જ વધારે યાદ કરાય છે.
૫. ધર્મોપકાર કરનાર સાધુજનનું મૂલ્ય જ કરી ન શકાય. ૬૬. ધીર પુરુષો સ્વબુદ્ધિ-ચક્ષુથી પરિણામ જોઈ શકે છે. ૬૭. દુર્જનનો સંગ ન જ કરે, સજજનોનો જ સંગ કરવો. ૬૮. ક્રોધથી તેજ પ્રતાપની વૃદ્ધિ થતી નથી, પણ તેજ ઘટે છે. ૬૯ પુન્યદય વગર જીવનું કાંઈ પણ વાંછિત ફળતું નથી. ૭૦. અમૃતના પાત્રમાં કદાપિ કડવાશ હોતી નથી જ.' ૭૧. જુગારીઓને અહીં કે પરલોકમાં કયાંય સુખ નથી.
૭૨. તારે ખરે માર્ગ મૂકવે નહિ અને શત્રુઓને પરાસ્ત કરવા.
૭૩. મોહ(શત્રુ ને દાબી નાંખવા જેવો બીજો કોઈ મહાપકાર નથી.
૭૪. જાતિવંત-કુલિન પુરુષોને પરસ્ત્રીગમન ઉચિત નથી.
૭૫. સ્વાભિમાની જનોને અપમાનકારી સાથે રહેવું તે જ રોગ્ય નથી.
૭૬. ભાગ્યહીનને રત્નને ભંડાર સાંપડતું જ નથી.