SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૫ : [ ૨૧૩ ]. ૬૨. જગતમાં જુગાર ને સર્વ અનર્થ ઉપજાવનાર છે. ૬૩. નબળાની સોબતથી નુક્સાન જ અને સારાની સેબતથી ફાયદો જ સંભવે છે. ૬૪. ભાગ્યશાળી જનેને જ વધારે યાદ કરાય છે. ૫. ધર્મોપકાર કરનાર સાધુજનનું મૂલ્ય જ કરી ન શકાય. ૬૬. ધીર પુરુષો સ્વબુદ્ધિ-ચક્ષુથી પરિણામ જોઈ શકે છે. ૬૭. દુર્જનનો સંગ ન જ કરે, સજજનોનો જ સંગ કરવો. ૬૮. ક્રોધથી તેજ પ્રતાપની વૃદ્ધિ થતી નથી, પણ તેજ ઘટે છે. ૬૯ પુન્યદય વગર જીવનું કાંઈ પણ વાંછિત ફળતું નથી. ૭૦. અમૃતના પાત્રમાં કદાપિ કડવાશ હોતી નથી જ.' ૭૧. જુગારીઓને અહીં કે પરલોકમાં કયાંય સુખ નથી. ૭૨. તારે ખરે માર્ગ મૂકવે નહિ અને શત્રુઓને પરાસ્ત કરવા. ૭૩. મોહ(શત્રુ ને દાબી નાંખવા જેવો બીજો કોઈ મહાપકાર નથી. ૭૪. જાતિવંત-કુલિન પુરુષોને પરસ્ત્રીગમન ઉચિત નથી. ૭૫. સ્વાભિમાની જનોને અપમાનકારી સાથે રહેવું તે જ રોગ્ય નથી. ૭૬. ભાગ્યહીનને રત્નને ભંડાર સાંપડતું જ નથી.
SR No.022879
Book TitleLekh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1941
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy