SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૧૨] શ્રી કરવિજયજી ૪૮. અજ્ઞાન ચણા તજી દેવી–તેનું સેવન કરવું નહિ. ૪૯. દુષ્ટ સંબંધ-પરિચય તજ અને સદાચારીનું સંસેવન કરવું. ૫૦. માણસ જેટલું જોવે છે તેટલું જ જાણે છે. ૫૧. જે સદા સુગુરુની સેવા-ઉપાસના કરતાં રહે છે તે ભાગ્યશાળી જનો જ્ઞાનવાન બને છે, નિર્મળ શ્રદ્ધારત્નને પામે છે અને ઉત્તમ આચાર પાળવામાં એક્કા બને છે. પર. સંતોષ-પ્રસન્નતાવડેજને શું શું શુભ કાર્ય નથી કરી શકતા ૫૩. જીવદયા, વૈરાગ્ય, વિધિયુક્ત ગુપૂજન અને વિશુદ્ધ એવી શીલ (સદાચાર) વૃત્તિ એ પુન્યાનુબંધી પુન્યજનક છે. ૫૪. જગતમાં દયા હિત કરનારી, સર્વ ગુણને પેદા કરનારી અને દેષ માત્રને ટાળનારી તેમ જ ધર્મના રહસ્યરૂપ છે. ૫૫. મહામહ અને પરિગ્રહ-મમતા ખરેખર ત્રાસદાયક છે. ૫૬. પાપાચરણથી જ દુઃખ માત્ર ઉત્પન્ન થાય છે. ૫૭. સહુ કોઈનું મન સંપાદન કરવું ખરેખર દુર્લભ છે. ૫૮. આ ભવ-અટવીમાં સાધુવંદન સદ્દભાગ્યે જ પ્રાપ્ત થાય છે. ૫૯. દુષ્ટ રાગાદિક ની સંગતિ પરિણામે દુઃખદાયી જ છે. ૬૦. દુષ્ટ–પાપીજનેને શિક્ષા કરવી એ રાજાને ધર્મ છે. ૬૧. માતા-પિતાના ઉપકારનો બદલે કેમે કરી વળી ન શકે.
SR No.022879
Book TitleLekh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1941
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy