________________
[ ૨૧૨]
શ્રી કરવિજયજી ૪૮. અજ્ઞાન ચણા તજી દેવી–તેનું સેવન કરવું નહિ.
૪૯. દુષ્ટ સંબંધ-પરિચય તજ અને સદાચારીનું સંસેવન કરવું.
૫૦. માણસ જેટલું જોવે છે તેટલું જ જાણે છે.
૫૧. જે સદા સુગુરુની સેવા-ઉપાસના કરતાં રહે છે તે ભાગ્યશાળી જનો જ્ઞાનવાન બને છે, નિર્મળ શ્રદ્ધારત્નને પામે છે અને ઉત્તમ આચાર પાળવામાં એક્કા બને છે.
પર. સંતોષ-પ્રસન્નતાવડેજને શું શું શુભ કાર્ય નથી કરી શકતા ૫૩. જીવદયા, વૈરાગ્ય, વિધિયુક્ત ગુપૂજન અને વિશુદ્ધ એવી શીલ (સદાચાર) વૃત્તિ એ પુન્યાનુબંધી પુન્યજનક છે.
૫૪. જગતમાં દયા હિત કરનારી, સર્વ ગુણને પેદા કરનારી અને દેષ માત્રને ટાળનારી તેમ જ ધર્મના રહસ્યરૂપ છે.
૫૫. મહામહ અને પરિગ્રહ-મમતા ખરેખર ત્રાસદાયક છે. ૫૬. પાપાચરણથી જ દુઃખ માત્ર ઉત્પન્ન થાય છે. ૫૭. સહુ કોઈનું મન સંપાદન કરવું ખરેખર દુર્લભ છે. ૫૮. આ ભવ-અટવીમાં સાધુવંદન સદ્દભાગ્યે જ પ્રાપ્ત થાય છે. ૫૯. દુષ્ટ રાગાદિક ની સંગતિ પરિણામે દુઃખદાયી જ છે. ૬૦. દુષ્ટ–પાપીજનેને શિક્ષા કરવી એ રાજાને ધર્મ છે. ૬૧. માતા-પિતાના ઉપકારનો બદલે કેમે કરી વળી ન શકે.