________________
[ ૨૧૪]
શ્રી કર્ખરવિજયજી , ૭૭. સહેજે કરાય એવા કાર્યમાં પણ પ્રમાદી પકાપાત્ર બને છે.
૭૮. ઉચિત મર્યાદાનું કદાપિ ઉલ્લંઘન કરવું નહિ.
૭૯. સહોદર-સગાભાઈથી થતો પરાભવ ક્ષમાવાન પણ સહી ન શકે.
૮૦. શુદ્ધાત્મા એ સજજન દુર્જનનાં દુરાચરણે ખાત્રીપૂર્વક જાણી શકતું નથી.
૮૧. સજજને દોષિતને પણ અકાળે તજતા નથી.
૮૨. જ્યાં સુધી ચિત્તનું સમાધાન કરી આપનાર ન મળે ત્યાં સુધી આ ભવચક્રમાં જીવને લેશમાત્ર સુખ સંભવતું નથી.
૮૩. નીરાગી મહાશયને દુઃખ ભ ષ કે સુખ પ્રત્યે પૃહા થતી નથી.
૮૪. બહારની વસ્તુઓ તે નિમિત્ત માત્ર છે. - ૮૫. લક્ષણહીન (દરિદ્રી)ને ચિન્તામણિરત્ન પ્રાપ્ત થતું નથી.
૮૬. સજજન–સાધુજને કેવળ નિર્વિકારી હોય છે.
૮૭. પ્રાણીઓની દષ્ટિ જન્માન્તરની સંગતિને જાણનારયાદ રાખનાર જણાય છે, કેમ કે તે પ્રિયને દેખીને વિકસે છે. અને અપ્રિયને દેખીને રેપી બને છે. ના ૮૮. શાન્ત આત્માઓને જે સ્વાભાવિક આંતરસુખ સાંપડે છે તે દેને કે ઈન્દ્રોને પણ સંભવતું નથી.
૮૯ સાધુજનેને આત્મશ્લાઘા કરવી ઘટે નહિ, તે કરે જ નહીં.