________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૯ ] બેટા આળ ચઢાવવા, ખાટી ચાડી ખાવી, ઈનિષ્ટ સંગે હર્ષ ખેદ કરવો, પરનિંદા કરવી, માયાવીપણે જૂઠું બોલવું અને તત્ત્વપરીક્ષા કર્યા વગર અસ્થાને અંધશ્રદ્ધા અથવા વિપરીત શ્રદ્ધા કરવી તે સર્વ, સ્વછંદ આચરણરૂપ પ્રમત્તપણથી, આત્માનાં વિશુદ્ધ પરિણામરૂપ ભાવપ્રાણુની રક્ષા કે પુષ્ટિ થવા દેવામાં અવરોધ યા અંતરાય કરે છે તેથી તે હિંસારૂપ જ લેખાય છે, એમ સમજી સુજ્ઞ ભાઈબહેનોએ એ બધા ય પ્રમાદાચરણ કહે કે સ્વછંદાચરણ અવશ્ય પરિ. હરવા જ. જેનોમાં તેમ જ જૈનેતરમાં પોતપોતાનામાં પાપોની માફી માગવાના જ શુભાશયથી જ નિર્મિત કરેલી જે કઈ પદ્ધતિ હોય છે તે સંબંધે અંતરલક્ષ રાખી ઉપગ સહિત તે તે પાપાચરણે પિતાથી બનતાં સુધી ફરી થવા ન પામે એવી શરતે જ હોય છે. અત્યારે પહેલાં મેહ કે અજ્ઞાનવશ થઈ ગયેલાં પાપ–દોષ યા અપરાધની માફી માગવાના હેતુરૂપ તે પ્રણાલિકા હોય છે. તેને જે યથાર્થ રીતે આદર કરાય તો ઉક્ત હિંસા સંબંધી મહાદેષથી ઘણા જીવ બચવા પામે એ નિર્વિવાદ જણાય છે. પૂર્વોક્ત હિંસા સંબંધી લક્ષણનું જે લક્ષપૂર્વક મનન કરવામાં આવે તો તેનો જે ખરો આશય સ્પષ્ટ થાય છે તે જ ખુલા શબ્દમાં હિતબુદ્ધિથી ઉક્ત શાસ્ત્રકાર નીચે મુજબ દર્શાવે છે. સર્વપ્રાણીવર્ગને નિજ આત્મા સમાન લેખી, સાવધાનપણે સંભાળ રાખી ચાલનારને રાગ-દ્વેષાદિક દોષના આવેશ વગર કવચિત કદાચિત્ સ્વશરીર સંબંધી કઈ જીવને વ્યથા, પીડા યા પ્રાણહાનિ થઈ જાય તે તથા પ્રકારે વ્યથા, પીડા કે પ્રાણહાનિ માત્રથી ખરેખર તે હિંસા કરેલી લેખાય નહિં પણ રાગાદિક વિકારને વશવતી એવી પ્રમત્ત (યતના રહિત ) અવસ્થામાં