________________
[ ૧૯૮]
શ્રી કપૂરવિજયજી તે શું? અને તેનાં કારણ ક્યા ક્યા છે તે જાણવું જિજ્ઞાસુઓને બહુ જરૂરનું છે. આ સંબંધમાં શ્રીમાન હેમચંદ્રાચાર્ય કૃત યેગશાસ્ત્રના પ્રથમના ચાર પરિચ્છેદમાં ઘણું મુદ્દાસર વિવેચન કરાયું છે. સંક્ષેપમાં “મિત્તાત્ પ્રાચપ/vi હિંના” એ હિંસાનું લક્ષણ કહેલું છે. તેમ જ શ્રીમાનું અમૃતચંદ્રાચાર્ય પ્રણીત પુરુષાર્થ સિદ્ધિ ઉપાય નામના ગ્રંથમાં કહ્યા મુજબ “કોધાદિક કષાયયુક્ત મન, વચન, કાયાના યોગ વ્યાપાર )થી દ્રવ્યભાવ પ્રાણનો ઘાત કરે તે ખરેખર હિંસા કહેવાય છે.” અર્થાત ક્રોધ, માન, માયા અને લેભ (Anger etc.) યુક્ત પરિણામથી [ તેમ જ ઉપલક્ષણથી મદ (intoxication), વિષય (Sensual desires), નિદ્રા (Idleness) atit Casal (False gossips) Caola 44151 ચરણથી મલિન થયેલાં મન, વચન અને કાયાવડે સ્વપરનાં (પિતાના તેમ જ પારકા) દ્રવ્યભાવ પ્રાણને ઘાત કર-
વિગ કરે તે જ હિંસા કહેવાય છે. ચક્ષુ આદિ પાંચ ઇંદ્રિયે, મન, વચન અને કાયાનાં બળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય એ દશ દ્રવ્યપ્રાણ કહેવાય છે, તથા જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય પ્રમુખ ભાવપ્રાણ લેખાય છે. તેમનો એક અથવા બીજી રીતે વિનાશ કરવો તેને શાસ્ત્રકાર હિંસા કહે છે. અને તેમ કરનાર હિંસક લેખાય છે એમ સમજી ઉક્ત હિંસાથી અથવા એવા દુષ્ટ કારણોથી નિવર્તનાર અહિંસા યા દયાધર્મનાં અધિકારી ગણાય છે. વળી સંક્ષેપથી કહેવાયું છે કે-અસત્ય બોલવું, ચોરી કરવી, પશુવૃતિ (મૈથુનકીડા) સેવવી, મમતાવશ બની જડ વસ્તુઓનો સંચય કરે, રાત્રિભોજન કરવું, અભક્ષ્યનું ભક્ષણ કરવું તેમ જ રાગ, દ્વેષ અને કલહ કરવા,