________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૦૧ ] વગર પણ તથા પ્રકારના હિંસાના પરિણામથી હિંસાદેષના ફળને પામે છે, અને અન્ય કેઈ શુભાશયી જીવથી હિંસા સંબંધી તેવા કિલષ્ટ પરિણામને અભાવે કવચિત્ કઈ જીવની હિંસા સાક્ષાત્ થઈ ગયા છતાં તેને તે થયેલી ( સાક્ષાત્ ) હિંસા સંબંધી દોષનું ફળ ભેગવવું પડે નહિ. વળી તીવ્ર કષાય યુક્ત કરેલી થોડી હિંસા પણ તેના કરનારને પરિણામકાળે ઘણું માઠું ફળ આપે છે ત્યારે મંદ કષાય પરિણામથી કરેલી ( થયેલી ) મહાહિંસા પણ તેના કરનારને ઉદય ( વિપાક ) સમયે અપમાત્ર ફળ આપી વિરમે છે. વળી સાથે જ કરાયેલી એક જ જાતની હિંસા વિપાકકાળે એકને તેના તીવ્ર કષાય પરિણામથી આકરું ફળ આપે છે ત્યારે બીજાને મંદ કષાય પરિણામના કારણથી મંદ ફળ આપે છે. કેઈને કિલષ્ટ પરિણામ હોવાથી હિંસા નહિ કર્યા છતાં ( ફક્ત તેવી તક નહિ મળ્યાથી ) તે હિંસા પ્રથમથી જ ફળે છે, કોઈને ઉક્ત હિંસા કરી છતી જ ફળે છે-ફળ આપે છે, અને ઉક્ત હિંસા કરવાને આરંભ માત્ર કર્યા છતાં તે હિંસા સાક્ષાત્ ર્યા વગર પણ તેના કષાય પરિણામ પ્રમાણે ફળ આપે છે. મતલબ કે હિંસા તેના કરનારના તીવ્રાદિક કષાય પરિણામાનુસારે તીવ્રાદિક ફળ આપે છે. કોઈ એક જ જણ જીવહિંસા કરે છે છતાં ઉક્ત હિંસાનું અનુમોદન કરતાં ઘણા
જીવે તે હિંસાના ફળભાગી થાય છે, તેમ જ વળી ઘણા ( સુભટાદિકે ) હિંસા કરે છે ત્યારે તે સર્વ હિંસાનું ફળ (હાર, જીત વિગેરે) હિંસા કરવાને હુકમ આપનાર રાજા પોતે જ ભેગવે છે. કોઈ એક જીવ મલિન અધ્યવસાયથી અન્યને મારવા જતાં તેના પુન્યપ્રાબલ્યથી બૂરું ( ભંડું) કરવા જતાં