________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૩ ] પૂર્વક સેવી-આદરી શકે છે. સ્વરૂપ, હેતુ અને અનુબંધ, દ્રવ્ય અને ભાવ તેમ જ નિશ્ચય અને વ્યવહાર તથા સ્વ અને પર સંબંધી હિંસા તેમ જ અહિંસાના ભેદ પાડી શકાય છે. જેટલા પ્રકાર હિંસાના તેટલા બધા ય પ્રકાર અહિંસા યા દયાના હોઈ શકે છે. બાહ્ય દેખાવરૂપે થાય તે સ્વરૂપ, હેતુ સાધ્ય થાય તે હેતુ અને સરેરાશ પરિણામરૂપે નિપજે તે અનુબંધ, દ્રવ્યપ્રાણને લક્ષીને થાય તે દ્રવ્ય અને ભાવપ્રાણને લક્ષીને થાય તે ભાવ, તેમજ નિજ આત્માને લક્ષીને થાય તે સ્ત્ર અને પરઆત્માને લક્ષીને થાય તે પરહિસા કે અહિસા લેખી શકાય. પ્રથમ વિસ્તારથી જણાવેલા આશા ઠીક ઠીક સમજી લેવાશે તો ઉપરના ભેદ સુસ્પષ્ટ ખ્યાલમાં આવશે. આ લેખમાંથી મુખ્ય સારાંશ લેવા યોગ્ય એ છે કે જેમ બને તેમ સુખશીલતા તજી વિષયાસક્તિ અને કષાયાદિકને વશ થયા વગર નિજ આત્મનિગ્રહ કરીને નિર્મળ આશય સાથે ઉદાત્ત ભાવનાથી સહુ કોઈ જીવોને નિજ આતમા તુલ્ય લેખી સમભાવે વ્યવહારમાં જ સર્વ પ્રકારે સુખ શાન્તિ ને
સ્વપરહિત સમાયેલું છે એવા જ ઉદાર આશયથી સદા સર્વદા ઈચ્છવા યંગ્ય છે કે “જગતવતી સહુ પ્રાણીઓને સુખ શાન્તિ હો ! સહુ કોઈ પ્રાણીવર્ગ પરોપકારરસિક બનો ! દોષમાત્ર વિલય પામે અને લોકો સર્વત્ર સુખી થાઓ ! ”
વળી આવા અતિ પવિત્ર હેતુથી જ સહુ કોઈ સત્ય સુખાથી જનોએ મિત્રી પ્રમુખ ઉદાર ભાવનાઓનો આશ્રય કર્તવ્ય છે. પરહિતચિન્તવન તે મૈત્રીભાવના, પરદુઃખ દૂર કરવા અનુકુળ વ્યાપાર તે કરુણભાવના, પરસુખસમૃદ્ધિ અને ગુણ