________________
[ ૨૦૬ ]
શ્રી કપૂરવિજયજી આજીવન યાત્રા સફળ કરી લેવા દરેક પ્રસંગે સુજ્ઞ જનોએ રાખવી જોઇતી ચીવટ, અને પ્રમાદાચરણથી દૂર રહેવાની અનિવાર્ય અગત્ય (આત્મજાગૃતિ.)
૧. દારુના પીઠામાં જેમ અનેક દારુડીયા એકઠા થાય છે તેમ જેમાં અનેક જાતનાં પાપ આવી મળે છે તેવાં પ્રસિદ્ધ ૧૮ પાપસ્થાનકેને પરમાર્થ સમજી, સુખના અથી જનેએ તેને પરિહાર કરી, સ્વગુણને પ્રકાશ થાય એવી સ્તુત્ય પ્રવૃત્તિ કરવી, કરાવવી અને અનુમોદવી. ગુણકારી કરણીની નિંદા તો કદાપિ કરવી નહિં.
૨. મધ-ઉન્માદ ઉપજાવનાર ખાનપાન, વિષય-આસક્તિ, ક્રોધાદિ કષાય, આલસ્ય અને વિકથાદિ પ્રમાદભર્યા આચરણથી જેમ બને તેમ કાળજીપૂર્વક અળગા રહી, મન અને ઈન્દ્રિયોને યોગ્ય નિગ્રહ કરી તપ, જપ, સંયમનું સારી રીતે સેવન કરી લેવું.
૩. જિનેશ્વર જેવા સમર્થ દેવ, નિર્ગથ-સાધુ જેવા સમર્થ ગુરુ અને સર્વજ્ઞ વીતરાગભાષિત વિશુદ્ધ ધર્મરૂપ ત્રણ તત્ત્વને પામી પિતાનું જીવન આદર્શરૂપ કરવા દઢ પ્રયત્ન સેવ. ઉત્તમ આલંબન મેળવી ઉદારાશય થવુંઉચ્ચ જીવન કરવું.
૪. સંસારની અનિત્યતા, અસારતાદિક સારી રીતે ચિન્તવી વૈરાગ્ય ધાર અને ક્ષમાદિક સ્વાભાવિક ગુણેની રક્ષા તથા પુષ્ટિ થાય તેમ મિત્રી, મુદિતા (પ્રમેદ), કરુણું અને માધ્યસ્થરૂપ રૂડી ભાવનાઓને આશ્રય કરે.