________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૦૯ ] ૧૨. અજ્ઞાનેગે જ હિંસાદિક દેવ માત્રમાં જે પ્રવૃત્તિ કરતાં રહે છે.
૧૩. અજ્ઞાન દોષથી મલિન થયેલ આત્મા પાષાણ જેવો જડ લેખાય છે.
૧૪. ખરી સરલતા આદરવાથી હૃદયની ઘણું શુદ્ધિ થઈ શકે છે.
૧૫. આપબડાઈ, પારકી નિંદા અને પૂર્વે સેવેલ વિષયવિલાસના વખાણ એ સાધુજનના ચારિત્રને ભારે નુકસાન કારક નીવડે છે.
૧૬. જે મનનો નિગ્રહ કરી શકે છે તે જ આત્માનું ખરું હિત કરે છે.
૧૭. સજજનોની પ્રીતિ અવિહડ-પ્રાણાન્ત સુધી નભે એવી હોય છે.
૧૮. સગુરુ પ્રત્યે વિનયથી વર્તવું એ સજજનેને ઉચિત જ છે.
૧૯. નિર્ગુણ પ્રત્યે સજને તો રાગદ્વેષ રહિત ઉદાસીનતા જ ધારણ કરે છે.
૨૦. સારા-સગુણ પતિ સાથે કન્યાને જોડવાથી ચિંતામુક્ત થઈ શકાય છે.
૨૧. મુખમાં સમાય એવું મંદ હાસ્ય, લજા સહિત કમળ ભાષણ, અને વિકાર રહિતપણે અન્યને નિરખવું એ કુલીન સ્ત્રીઓને ઉચિત છે.
૧૪