________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૦૭ ] ૫. સ્ત્રીઓ જેમ કાંચકીવડે માથામાંથી જૂ અને લીંને પૃથગૂ કરે છે તેમ સત્ય સુખના અથી જનેએ આત્મનિરીક્ષણ યેગે નજરે પડતા દોષમાત્રને દૂર કરવા. આત્મસુધારણાનો એ જ ઉત્તમ ઉપાય છે.
૬. સમતા ગુણને જમાવ કરે અને રાગદ્વેષાદિક દેષજાળને દૂર કરે એ જ લક્ષ્યથી સામાયિકનો અભ્યાસ રાખવો સુજ્ઞ જનોને ઉચિત છે.
૭. નહિં કરવાનું કરવાથી, કરવા ગ્ય નહિં કરવાથી, અશ્રદ્ધા કરવાથી તેમ જ માર્ગ વિરુદ્ધ કથન કરવાથી જીવ દોષપાત્ર થાય છે. જાણતાં કે અજાણતાં થયેલા દોષની આલોચના અંત:કરણથી કરી, ફરી તેવા દેષથી અળગા રહેવા દઢ પ્રયત્ન કરનાર સુજ્ઞ જને પ્રતિક્રમણુવડે આત્મશુદ્ધિ કરી શકે છે.
૮. જેનાથી સમ્યક્ જ્ઞાન, દર્શન અને ચારિત્રગુણને પુષ્ટિ મળે એ જ પૈષધ, આહારલુપતા તજી, શરીરમમતા તજ, બ્રહ્મચર્ય સેવવા દઢ પ્રતિજ્ઞા કરી, પાપવ્યાપારને પરિહાર કરી, કાયમ ન બની શકે તે પર્વને દિવસે પ્રેમપૂર્વક પિષધ કરનાર સુજ્ઞ જનો અવશ્ય સુખી થાય છે.
૯. અનિત્યાદિક બાર ભાવના, મંત્રી પ્રમુખ ચાર ભાવના અને પાંચ મહાવ્રતની પચીશ ભાવના ભાવવાથી પોતાનું જ હિત થાય છે ત્યારે અનેક ભવ્યાત્માઓ ધર્મમાં જોડાય, દઢ થાય એવું સદાચરણ સેવનાર, સેવરાવનાર અને અનુમોદનાર સુજ્ઞ જને શાસનપ્રભાવનાને લાભ મેળવે છે.
[ આ. પ્ર. પુ. ૧૩, પૃ. ૧૮.]