________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૦૫ ] દેતી જેનકેમ પ્રથમથી સહેજે મળેલાં અને કરોડે જીવોને સુખદાયક ફરમાનોના યથાર્થ અમલ કરાવવા પ્રત્યે પણ ઓછી દરકાર કરે છે એમ કચ્છના સામાન્ય અનુભવ ઉપરથી જણાય છે. જીવદયા સંબંધી પ્રથમ ભુજના રાજાએ કરી આપેલા ફરમાના દીવા જેવા છે, પણ તેનો અમલ કરાવવાની દરકાર કોને છે ? આપણે બેદરકારીને લાભ લઈ બીજ નિર્દય લકો અન્યથા આચરણ કરતા જણાય છે. અને કરે ત્યારે લેક બૂમ પાડે તેમાં વળે શું? વખત વીત્યા પછી અને હકક ગુમાવ્યા પછી રાજાઓ કે અધિકારીઓ પણ દાદ દેતા નથી તેમાં ખરો દોષ કોને? દુષ્ટ પ્રમાદને જ યા બેદરકારીને. સાપ ગયા ને લીસોટા રહ્યા” એ ન્યાયે આપણે પર્યુષણદિક પર્વ પ્રસંગે જીવદયાની ટીપ કરી, નાણું એકઠાં કરી, કસાઈને ત્યાં જઈ થોડાંક જાનવરોને છોડાવી દઈએ એટલે જીવદયાનું કામ પૂરું થયું માનીએ. એ રીતે બધા ય સ્થળે ખર્ચાતા નાણાંને સરવાળે કરીએ તે કદાચ પ્રતિવર્ષ હજારે બલકે લાખને થાય. આ સિવાય પાંજરાપોળનું ખર્ચ ગણુએ તો કદાચ કરોડની રકમ થવા પામે. અત્યારે નિર્ધન અવસ્થા ભગવતી જેન પ્રજા આટલી ગંજાવર રકમ ખચી છેવટે આ લોકમાં કે પરલોકમાં સંતોષકારક સુખદાયક પરિણામ મેળવી શકે તે તો બહુ સારું, પણ જે હૃદયમાં વિવેકદીપક પ્રગટાવી વસ્તુસ્થિતિ અલેકે તો ગરીબડી થઈ પડેલી પોતાની પ્રજાને જ ઉદ્ધાર કરવા જેવકોમે આટલી ગંજાવર રકમ કેળવણીના માગે ખચ દ્રવ્યની સફળતા કરી લેવી જોઈએ.
[ આ. પ્ર. પુ. ૧૩, પૃ. ૧૭]