________________
[ ૨૦૨ ]
શ્રી કરવિજયજી ઊલટું તેનું ભલું જ થઈ જાય છે, પણ હિંસા કરવા જનારને તે તેના માઠા ( કિલષ્ટ ) પરિણામથી હિંસાનું માઠું જ ફળ ઉદયકાળે મળે છે તેમાં લેશમાત્ર સંશય નથી. એટલે કે હિંસા કરનારને કેવળ હિંસાનું જ ફળ મળે છે, ત્યારે બીજાને એ જ હિંસા સમયે ઉત્તમ ક્ષમાદિક પરમ અહિંસક ભાવ ઉદ્યસ્યાથી વિશાળ અહિંસા(પરમદયા)જન્ય મોક્ષફળની પ્રાપ્તિ થઈ શકે છે. કેએકને હિંસા શુદ્ધ પરિણામથી અહિંસાફળને આપે છે અર્થાત સર્વજ્ઞ વચનાનુસારે વર્તનાર શ્રાવકેને શુદ્ધ દેવ, ગુરુ, ધર્મ અને સાધમી જનની નિ:સ્વાર્થ સેવા-ભક્તિ કરતાં ઉદાર આયોગે પણ સદારંભ પ્રસંગે સચિત્ત પુપ જળાદિ વાપરતાં તેમાં તેની દેખીતી હિંસા થયા છતાં વીતરાગ પ્રભુના વચનાનુસારે સંયમમાર્ગને પાળતા, અને પ્રામાનુગામ વિહાર કરતા માર્ગમાં આવતી નદી પ્રમુખને નિરુપાયપણે ઉતરતા નિગ્રંથ મુનિરાજની પેઠે તે તે જીવે પર પરમ કણબુદ્ધિ વર્તતી હોવાથી પરિણામે સરવાળે ] હિંસાદેષ લાગતો નથી પણ સરેરાશ અહિંસા-દયાનું જ ફળ મળે છે. તેમ જ કે રોગીને હિતબુદ્ધિથી ઔષધોપચાર કરતાં દેવગે તે રોગીનું મરણ નિપજે તો પણ વૈદ્યને હિતબુદ્ધિથી હિંસાનું નહિ પણ અહિંસા યા દયાનું ફળ પ્રાપ્ત થાય છે.
છેવટે શાસ્ત્રકાર જણાવે છે કે ઉક્ત હિંસાના અનેક ભેદ હોવાથી તે સઘળા ભેદે નયજ્ઞાનના નિધાનરૂપ સ્યાદ્વાદી ગુરુ સમીપે સાદર સમજી લેવા ગ્ય છે,
હિંસાના સઘળા ભેદ શુદ્ધ ગુરુગમ્ય જાણનાર ભવ્યાત્મા ખરેખર અહિંસાના નિર્ભય અને સુખદાયી માર્ગને દઢ પ્રતીતિ